મુંબઈ : હાલમાં રવીના ટંડન  શહેર કી લડકીના રિમેકના કારણે ચર્ચામાં છે. આ નવા વર્ઝનમાં રવીના સાથે સુનીલ શેટ્ટીએ પર્ફોમન્સ આપ્યું છે. રવીનાની ગણતરી એક સમયે બોલિવૂડની ટોચની હિરોઇન તરીકે થતી હતી. રવીના એક સમયે બોલિવૂડની ટોચની હિરોઇન ગણાતી હતી. જોકે હાલમાં તે પોતાના પરિવાર સાથે વ્યસ્ત છે. હાલમાં રવીનાના દીકરા રણબીર વર્ધનનો જન્મદિવસ હતો અને તેણે રણબીરની તસવીર શેયર કરીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"224369","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


લગભગ 25 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં વિતાવી ચૂકેલી અભિનેત્રી રવિના 90ના દાયકાની પ્રસિદ્ધ અભિનેત્રી રહી છે. ફિલ્મી વાતાવરણમાં જન્મેલી રવિનાને બાળપણથી જ અભિનયનો શોખ હતો. કોલેજના અભ્યાસ દરમિયાન તેને 'પથ્થર કે ફૂલ' ફિલ્મની ઓફર મળી તો પોતાની પહેલી ફિલ્મમાં જ પોતાનો અભિનય પુરવાર કરી દીધો. ફિલ્મ 'સ્ટમ્પ્ડ' દરમિયાન રવિનાનો પરિચય ફિલ્મ  ડિસ્ટ્રિબ્યુટર અનિલ થડાણી સાથે થયો અને પછી બંનેએ લગ્ન કરી લધા. તેમને બે બાળક દીકરી રાશા અને દીકરો રણબીર વર્ધન છે.


હાલમાં રવીના તેના પતિ અને બન્ને બાળકો દીકરી રાશા અને દીકરા રણબીર વર્ધન સાથે મુંબઈના બાંદરામાં રહે છે. ઉલ્લેખનીય છે કે, રવિનાએ પૂજા અને છાયા નામની બે બાળકીઓને 90ના દાયકામાં સિંગલ મધર તરીકે દત્તક લીધી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...