ઝી ન્યૂઝ/નવી દિલ્હી: મહાન ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસનું 49 વર્ષની ઉંમરે ફરી એકવાર બ્રેકઅપ થયું છે. પેસ છેલ્લા બે વર્ષથી અભિનેત્રી કિમ શર્માને ડેટ કરી રહ્યો હતો, પરંતુ હવે તેમના સંબંધોનો અંત આવી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક સમયથી સેલિબ્રિટી કપલ વચ્ચે અણબનાવ હતો. બંનેએ પબ્લિક પ્લેસ પર સાથે દેખાવાનું બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, 28 માર્ચે તેમની રિલેશનશિપની બીજી એનિવર્સરી પર પણ લિએન્ડર-કિમે સોશિયલ મીડિયા પર કંઈપણ પોસ્ટ કર્યું ન હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BREAKING: ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા મેડિકલ ઓફિસર વર્ગ-2નું પરિણામ જાહેર


કિમના બીજા લગ્ન
સપ્ટેમ્બર 2021માં, લિએન્ડર-કિમે Instagram પર ફોટા પોસ્ટ કરીને તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. લિએન્ડર પેસ પહેલાં કિમ શર્મા અભિનેતા હર્ષવર્ધન રાણેને ડેટ કરતી હતી. જો કિમે લિએન્ડર પેસ સાથે લગ્ન કર્યા હોત તો તે તેના બીજા લગ્ન હોત. અગાઉ 2010માં તેણે NRI અલી પંજાની સાથે સાત ફેરા લીધા હતા.


ગોઝારો સોમવાર! પાટણ-મહેસાણામાં બે મોટી દુર્ઘટના;કુલ 6 લોકોના મોતથી આંક્રદભર્યો માહોલ


લિએન્ડર ઘણા સંબંધોમાં રહ્યો છે
લિએન્ડર પેસના ઘણા અફેર હતા. ઓલિમ્પિક સહિત અનેક ગ્રાન્ડ સ્લેમ જીતનાર લિએન્ડર બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરીને લાંબા સમય સુધી ડેટ કરતો રહ્યો. મહિમા પહેલા બોલિવૂડના બાબા સંજય દત્તની પૂર્વ પત્ની અને મોડલ રિયા પિલ્લઈ પણ લિએન્ડર પેસના જીવનમાં આવી ચૂકી છે. બંને લિવ-ઈન-રિલેશનશિપમાં રહેતા હતા. રિયાને લિએન્ડર સાથે એક પુત્રી પણ છે, જેનો જન્મ વર્ષ 2005માં થયો હતો. બાદમાં અણબનાવ બાદ પોલીસ કેસ પણ થયો હતો.


રાઘવ ચઢ્ઢા પાસે નથી કોઈ ઘર કે નથી જમીન: પરિણીતી ચોપરા છે ધનવાન, કરે છે આટલી કમાણી


કિમનું યુવરાજ સાથે હતું અફેર 
43 વર્ષની કિમ શર્મા તેના બોલિવૂડ કરિયર કરતા પણ તેના અંગત જીવનમાં ઉતાર-ચઢાવને લઈને ચર્ચામાં હતી. કિમ શર્મા ક્રિકેટર યુવરાજ સિંહ સાથેના અફેર, પતિથી છૂટાછેડા અને ઘરેલુ નોકર સાથે મારપીટના કારણે ચર્ચામાં રહી હતી. લગ્ન બાદ મુંબઈ છોડીને કેન્યામાં સ્થાયી થયા બાદ તે ફરીથી ભારત પરત ફરી છે. લિએન્ડર અને કિમ બંનેના અગાઉના સંબંધોના અનુભવો સારા નહોતા. કદાચ એટલે જ બંને પોતપોતાના ભવિષ્યના પ્લાનને લઈને વધુ સાવચેત હતા. ગયા વર્ષે બંનેના કોર્ટ મેરેજના સમાચાર પણ આવ્યા હતા.