મુંબઇ: બોલીવુડના કિંગ ખાનની આવનારી ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી આખરે તેની જાહેરાત કરવામાં આવી છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના દિગ્દર્શક એટલી છે. શાહરૂખ ખાનના ચાહકો માટે આ કોઇ મોટી ભેટથી ઓછું નથી. ટીઝર સામે આવતા જ ફેન્સ ઘણા એક્સાઈટેડ છે. શાહરૂખ ખાની આવનારી ફિલ્મ 'જવાન' 2 જૂન 2023 ના રીલિઝ થશે. ત્યારે શાહરૂખ ખાનની અન્ય બે ફિલ્મ પઠાણ અને ડંકી આગામી વર્ષે જ રીલિઝ થવાની છે.


'જવાન'ના ટીઝરમાં શાહરૂખ ખાન ઇન્ટેસ લુકમાં જોવા મળે છે. વીડિયોનું બેકગ્રાઉન્ડ ડાર્ક છે. એક્ટરના હાથમાં અલગ-અલગ હથિયાર જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાને વીડિયો શેર કરી જણાવ્યું કે, 2023 એક્શન પેક્ડ રહેવાનું છે. તે ટ્વિટર પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે ટીઝરની વાત કરીએ તો ટીઝરમાં જોઈ શકાય છે કે, શાહરૂખ ખાન કોઈ જુની જગ્યા પર છે જ્યાં હથિયારો મુકેલા છે. તે પોતાના ચહેરા પર કપડાનો ટુકડો બાંધે છે. તેમના ચહેરા પર ઇજાના નિશાન છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube