મુંબઈઃ Shahrukh Khan Look: બોલીવુડના કિંગ થાન જ્યારે પણ કોઈ કામ કરે છે તો તેની ચર્ચા જરૂર થાય છે. આ દિવસોમાં એક્ટર પોતાની આગામી ફિલ્મ પઠાન (Pathaan) ને લઈને ચર્ચામાં છે. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એવો ફોટો શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટનો પારો વધારો દીધો છે. આ ફોટોમાં કિંગ ખાન શર્ટલેસ થઈને 8 પેક્સ એબ્સ દેખાડતો જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શર્ટલેસ થયો શાહરૂખ
આ ફોટોમાં ફેન્સની નજર શાહરૂખ ખાનના (Shahrukh Khan) 8 પેક્સ એબ્સ પર અટકી ગઈ છે. આ ફોટોમાં કિંગ ખાને મોટા-મોટા વાળ અને ચહેરાને હાથથી થોડો કવર કર્યો છે. કિંગ ખાનનો આ શર્ટલેસ ફોટો જેણે જોયો તે કિંગ ખાનની પ્રશંસા કરી રહ્યા છે. 


TV ની આ 7 સંસ્કારી વહુઓએ OTT શો પર કરી તમામ હદો પાર, બોલ્ડ સીન જોઈ ચોંકી ગયા ફેન્સ


જાણો શું લખ્યું કેપ્શન
શાહરૂખ ખાને આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા જબરદસ્ત કેપ્શન લખ્યું. કિંગ ખાને લખ્યું- આજ મૈં અપની શર્ટ સેઃ તુમ હોતીં તો કૈસા હોતા. તુમ ઇસ બાત પર હૈરાન હોતીં, તુમ ઇસ બાત પર કિતના હંસતી.. તુમ હોતી તો એવા હોતા'.. મૈં પઠાન કા ઇંતજાર કરતે હુએ ભી. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાન આગામી વર્ષે એટલે કે 25 જાન્યુઆરી, 2023ના રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સિવાય દીપિકા પાદુકોણ પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube