Pathaan Movie: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ 'પઠાણ' 25 જાન્યુઆરીએ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ'એ કમાણી મામલે 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિલીઝના 12 દિવસ બાદ પણ મોટી સંખ્યામાં લોકો 'પઠાણ' જોવા થિયેટરોમાં પહોંચી રહ્યા છે. હવે આ દરમિયાન, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મની OTT રિલીઝ સંબંધિત એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો 


Urfi Javed નો નવો આઉટફિટ જોઈને લોકો ચોંકી ગયા, કહ્યું- 'પાછળ જોયું તો...'


હવે કોના પ્રેમમાં છે આમિરનો ભાણિયો ઈમરાન ખાન? મિસ્ટ્રી ગર્લ સાથે ફોટો વાયરલ


એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે 'પઠાણ' 
જો તમે OTT પર શાહરૂખ ખાનની 'પઠાણ' જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો રિપોર્ટ્સ અનુસાર, યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી 'પઠાણ' 25 એપ્રિલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. પરંતુ 'પઠાણ' જોવા માટે તમારી પાસે Amazon Primeનું સબસ્ક્રિપ્શન હોવું જરૂરી છે.


[[{"fid":"424474","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પઠાણના સુપરહિટ ગીતો 
સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પઠાણ'ના તમામ ગીતો સુપરહિટ સાબિત થયા છે. 'બેશરમ રંગ' અને 'ઝૂમે જો પઠાણ' જેવા ગીતોએ યુટ્યુબ પર ધૂમ મચાવી છે. 'બેશરમ રંગ' ગીતમાં શિલ્પા રાવે પોતાનો અવાજ આપ્યો છે, તો વિશાલ અને શેખરે આ ગીતને સંગીત આપ્યું છે. અને ફિલ્મનું બીજું સોન્ગ 'ઝૂમે  જો પઠાણ' અરિજીત સિંહ, સુકૃતિ કક્કર, વિશાલ અને શેખરે ગાયું છે.


પઠાણની કાસ્ટ 
યશ રાજ ફિલ્મ્સની ચોથી જાસૂસી ફિલ્મ 'પઠાણ'માં શાહરૂખ ખાન ઉપરાંત અભિનેતા જ્હોન અબ્રાહમ, દીપિકા પાદુકોણ, આશુતોષ રાણા અને ડિમ્પલ કાપડિયા પણ મુખ્ય ભૂમિકામાં છે. 'પઠાણ'માં અભિનેતા સલમાન ખાન કેમિયો રોલમાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન ચાર વર્ષના લાંબા ગાળા બાદ મોટા પડદા પર પરત ફર્યા છે. 


આ પણ વાંચો :


ઇતિહાસમાં સૌથી વધુ ગ્રેમી એવોર્ડ વિજેતા સેલિબ્રિટી બની Beyonce, આ છે વિજેતાઓની યાદી


Lata Mangeshkar: લતાજી વિશે તમે બધુ જાણતા હશો તો પણ તમને નહીં ખબર હોય આ વાત!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube