નવી દિલ્હીઃ બોલીવુડમાં રીમેક ફિલ્મનો સમય ચાલી રહ્યો છે. આ કડીમાં હોલીવુડ ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'નું નામ પણ જોડાઇ ગયું છે, જેની હિન્દી રીમેક બનાવવામાં આવી રહી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં અભિનેત્રી કીર્તિ કુલ્હારીનું નામ પણ જોડાઇ ગયું છે. રિભુ દાસગુપ્તા દિગ્દર્શિત ફિલ્મમાં કીર્તિ બ્રિટિશ પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં લીડ રોલમાં અભિનેત્રી પરિણીતિ ચોપડાને કાસ્ટ કરવામાં આવી છે. 


કીર્તિએ કહ્યું કે, રિભુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવો સારો અનુભવ છે અને વેસ સિરીઝ 'બોર્ડ ઓફ બ્લડ' બાદ હું તેમની સાથે બીજી ફિલ્મમાં કામ કરી રહી છે. અમારી વચ્ચે સારા સંબંધ છે. આ ફિલ્મમાં હું તેમની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર