મુંબઈ : શાહિદ કપૂરની આગામી ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ટ્રેલર સોમવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મમાં શાહિદ એક એવા પ્રેમીનો રોલ કરી રહ્યો છે જેનું દિલ તુટે છે અને પછી તેની જિંદગી અનોખો વળાંક લઈ લે છે. દિલ તૂટ્યા બાદ ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહેલા પ્રેમીના રોલમાં શાહિદે જીવ ફુંકી દીધો છે. ટ્રેલરમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણીના કિસિંગ સીન જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટ્રેલર લોન્ચ વખતે રિપોર્ટરે જ્યારે કિયારાને સવાલ કર્યો કે તેના અને શાહિદ વચ્ચે કેટલા કિસિંગ સીન છે? આ સવાલનો જવાબ આપતા કિયારાએ હસીને કહ્યું કે આ જવાબ જાણવા માટે તો તમારે 21 જુને ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મનું ડિરેક્શન સંદીપ વાંગાએ કર્યું છે. તેમણે જ ઓરિજનલ ફિલ્મ અર્જુન રેડ્ડી પણ ડિરેક્ટ કરી હતી. 


ટ્રેલર લોન્ચ કબીર સિંહનું અને ચર્ચા કરીના કપૂર ખાનની! અંતે શાહિદે કહી દીધું કે...


મૂળ આ ફિલ્મ રણવીર સિંહ કરવાનો હતો. ડાયરેક્ટર સંદીપ વાંગા અર્જુન રેડ્ડી ફિલ્મમાં રણવીર સિંઘને લેવા ઇચ્છતા હતા પરંતુ પદ્માવતી પછી પોતે નેગેટિવ શેડ્સ ધરાવતા રોલ્સ ઓછા કરવા માગે છે એવું જણાવીને રણવીર સિંહે આ ફિલ્મ જતી કરી હતી. આ પછી ફિલ્મ સર્જકે શાહિદ કપૂરનો સંપર્ક સાધ્યો હતો અને શાહિદને આ સ્ક્રીપ્ટ પસંદ પડતાં એણે ફિલ્મ કરવાની હા પાડી હતી. પદ્માવતીમાં રાજપૂત રાજવીનો રોલ કર્યા બાદ શાહિદ માટે આ સાવ અલગ રોલ હતો કારણ કે એમાં નેગેટિવ શેડ્સ છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...