નવી દિલ્હી : બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યુ કરનારી એક્ટ્રેસ સારા અલી ખાને ફિલ્મમેકર કરણ જોહરના શો પર માહિતી આપી હતી કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છે છે. સારાના આ નિવેદન પછી કાર્તિક સાથેના તેના સંબંધો વિશે ગોસિપ શરૂ થઈ ગઈ હતી. હવે સમાચાર આવ્યા છે કે આ બંને હાલમાં લવ આજ કલ 2નું શૂટિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મના સેટ પરથી તેમનો કિસિંગ સીન વાઇરલ બન્યો છે. 


રિપોર્ટ મુજબ ‘લવ આજકલ’ના બીજા પાર્ટ માટે ઈમ્તિયાઝ અલીએ સારા અલી ખાન અને કાર્તિક આર્યનને કાસ્ટ કર્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના એક સીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે ડિસ્કોમાં સારા-કાર્તિકનો રોમેન્ટિક સીન શૂટ કરવામાં આવી રહ્યો છે. કાર્તિક આર્યન ફેન પેજ પર આ લિપલોક વીડિયો શેર કરવામાં આવ્યો છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...