KL Rahul Athiya Shetty Wedding: ભારતીય ક્રિકેટર ટીમના સ્ટાર ઓપનર અને વિકેટકિપર બેટ્સમેન કેએલ રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટીએ લગ્ન કરી લીધા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ મુંબઇમાં એકદમ સાદગીપૂર્ણ રીતે સાત ફેરા લીધા હતા. રાહુલ અને અથિયાના લગ્નમાં ખૂબ નજીકના લોકો સામેલ થયા હતા. જોકે થોડા દિવસો બાદ ગ્રાંડ રિસેપ્શન થશે, જેમાં લગભગ 3000 લોકો સામેલ થવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્નમાં આઇપીએલ ફ્રેંચાઇઝી લખનઉ સુપર જાઇન્ટના માલિક સંજીવ ગોયનકા, મેંટોર ગૌતમ ગંભીર અને ફાસ્ટ બોલ વરૂણ એરોને ભાગ લીધો હતો. તો બીજી તરફ ન્યૂઝિલેન્ડ સીરીઝના લીધે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા ક્રિકેટર્સ લગ્નમાં સામેલ થઇ શકયા ન હતા. 


FMCG Sector: જનતા પર વધશે બોજ, કંઈ કંઈ વસ્તુ થશે મોંઘી, જાણો...
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું,  60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube