`દિલ બેચારા` નથી ડેબ્યૂ ફિલ્મ, પહેલાં આ ફિલ્મમાં જોવા મળી છે Sanjana Sanghi
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ `દિલ બેચારા (Dil Bechara)`ને આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની અભિનેત્રી સંજના સાંધી (Sanjana Sanghi) આ ફિલ્મથી એક લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરી રહી છે.
નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને આજે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મની અભિનેત્રી સંજના સાંધી (Sanjana Sanghi) આ ફિલ્મથી એક લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરી રહી છે, પરંતુ ઓછા લોકો જાણે છે કે સંજનાએ બોલીવુડમાં પોતાના કેરિયરની શરૂઆત ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'રોકસ્ટાર'થી કરી હતી. જી હાં આ નથી સંજના 'દિલ બેચારા' પહેલાં બે વધુ ફિલ્મોમાં જોવા મળી છે.
જોકે સંજનાએ 13 વર્ષની ઉંમરમાં પોતાની પહેલી ફિલ્મ 'રોકસ્ટાર'માં કામ કર્યું હતું. મુકેશ છાબરા જોકે બોલીવુડના મોટા કાસ્ટિંગ ડાયરેક્ટર છે, સંજનનએ ઇમ્તિયાઝની ફિલ્મ 'રોકસ્ટાર' માટે એપ્રોચ કરી હતી પછી નિર્દેશક તરીકે પોતાની ફિલ્મ 'દિલ બેચારા' માટે તેમણે સંજનાને લીડ અભિનેત્રી તરીકે સિલેક્ટ કરી. સંજનાએ ફિલ્મ 'રોકસ્ટાર'માં નરગિસ ફાખરીની નાની બહેનનો રોલ પ્લે કર્યો હતો.
સંજના આ ઉપરાંત ઇરફાન ખાન અને સબા કમરની ફિલ્મ 'હિંદી મીડિયમ'માં પણ જોવા મળી હતી, તેમણે સબાના ટીએનએજનું પાત્ર આ ફિલ્મમાં ભજવ્યું હતું પરંતુ તે નાના રોલથી તેમને પોતાનો જાદૂ સ્ક્રીન પર ચાલ્યો નહી. સ6જના 'હિંદી મીડિયમ'ના ફેમસ સોંગ 'હૂર'માં જોવા મળી છે.
એટલું જ નહી 'દિલ બેચારા' પહેલાં સંજના સાંધી ફિલ્મ 'ફૂકરે રિટર્ન્સ'માં કામ કરી ચૂકી છે. તેમણે તેમાં કૈટીનું પાત્ર ભજવ્યું હતું, ફિલ્મમાં તેમણે પુલકિત સમ્રાટ અને વરૂણ શર્મા સાથે એક સીન કર્યો હતો. 'ફૂકરે રિટર્ન્સ'ને બોલીવુડ એક્ટર ફરહાન અખ્તરે પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મમાં વરૂણ શર્મા 'ચૂચા'ના પાત્રમાં હતા અને 'ચૂચા'ની પ્રેમિકાના રોલમાં સંજના જોવા મળી હતી.