નવી દિલ્હી: બોલીવુડ એક્ટર રાહુલ બોસ (Rahul Bose) ગત વર્ષે એક વીડિયોને લઇને ચર્ચામાં રહ્યા હતા. જોકે આ વીડિયોમાં રાહુલે જણાવ્યું હતું કે એક ફાઇવ સ્ટાર હોટલમાં કેળા ખરીદવાના બદલામાં તેમને 442 રૂપિયાનું બિલ ચૂકવવું પડ્યું. રાહુલ બોસ બોલીવુડના તે એક્ટર્સમાના એક છે જે પોતાની ફિલ્મોમાં સારા અભિનયના કારણે જ નહી પરંતુ સામાજિક કાર્યોમાં પણ ખૂબ એક્ટિવ રહે છે. રાહુલ મોટાભાગે સામાજિક જન સેવામાં ભાગ લે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ જન્મ 27 જુલાઇ 1967ના રોજ બેંગલોરમાં થયો હતો. બોલીવુડ એક્ટર રાહુલ બોસ આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાહુલે 6 વર્ષની ઉંમરમાં જ નાટકમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. બોલીવુડ ફિલ્મ 'ધ પરફેક્ટ મર્ડર'થી તેમણે ઇંડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, પછી રાહુલ કૈજાદ ગુસ્તાદની ફિલ્મ 'બોમ્બે બોયઝ'માં નસરુદ્દીન શાહ સાથે સ્ક્રીન શેર કરતાં જોવા મળ્યા હતા પરંતુ તેમને ઓળખ ફિલ્મ 'મિ. મિસેજ અય્યર'થી મળી. 


રાહુલ બોસ એક સારા અભિનેતા હોવાની સાથે ઘણી ખૂબીઓ છે જેમ કે રાહુઅલ એક સ્ક્રિપ્ટરાઇટર, નિર્દેશક અને સામાજિક કાર્યકર્તા પણ છે. રાહુલે પોતાના વર્કઆઉટ વીડિયો પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર મોટાભાગે શેર કરે છે, રાહુલ જિમમાં સમય પસાર કરવાના બદલે આઉટડોર વર્કઆઉટ પર વધુ ધ્યાન આપે છે, તે સાઇકલિંગ પણ કરે છે. રાહુલ સમયાંતરે મેરોથોનમાં પણ ભાગ લે છે. 


એટલું જ નહી રાહુલ એસ સારા રગ્બી પ્લેયર પણ છે, ઓછા લોકો જાણે છે કે રાહુલ ઇન્ડીયન રગ્બી ટીમના પહેલાં ખેલાડી હતા જે ઘણી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઇ ચૂક્યા છે. રગ્બી ઉપરાંત રાહુલ ક્રિકેટના પણ ખૂબ શોખીન છે. તેમણે જાણિતા ક્રિકેટ અને સૈફ અલી ખાનના પિતા મંસૂર અલી પટોડી પાસેથી ક્રિકેટ પણ શીખ્યા છે અને બોક્સિંગ સ્પર્ધામાં તે સિલ્વર મેડલ પણ જીતી ચૂક્યા છે. રાહુલ અવાર-નવાર ક્રિકેટ અથવા કબડ્ડીના મેચ દરમિયાન સ્ટેડિયમમાં પ્લેયર્સનો આત્મવિશ્વાસ વધારવા જાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube