Dimple Cheema And Vikram Batra Love Story: કારગિલ યુદ્ધને કોઈ પણ ભારતીય ભૂલી શકે તેમ નથી. કારગીલ યુદ્ધની વાત આવે ત્યારે કેપ્ટન વિક્રમ બત્રાના (Vikram Batra) જીવન પર આધારિત ફિલ્મ 'શેરશાહ' (Shershaah) તમને તુરંત જ યાદ આવી જાય. આ ફિલ્મમાં વિક્રમ બત્રાના જીવન સાથે વણાયેલા કેટલાક ખા તથ્યોને દર્શાવાયા છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે કેપ્ટને પોઈન્ટ 4875 હાંસલ કરવા માટે તેના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો. આ ફિલ્મમાં કારગિલ યુદ્ધની સાથે કેપ્ટન વિક્રમ બત્રાની લવસ્ટોરી પણ બતાવવામાં આવી છે. 26 જુલાઈએ કારગીલ વિજય દિવસ છે એ પહેલાં ચાલો એ સુંદર પ્રેમ કહાની પર એક નજર કરીએ જેણે લોકોને ફરીથી પ્રેમમાં વિશ્વાસ અપાવ્યો અને કહ્યું કે પ્રેમ ક્યારેય અધૂરો હોતો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલેજમાં પ્રેમ કહાની શરૂ થઈ
વિક્રમ બત્રા અને ડિમ્પલ ચીમા ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાં કોલેજના દિવસો દરમિયાન મળ્યા હતા. ડિમ્પલના પરિવારને તેમનો સંબંધ મંજૂર ન હતો, તેમ છતાં બંને પ્રેમમાં પડ્યા અને એકબીજા સાથે રહેવાનું વચન આપ્યું. એકવાર મનસા દેવી મંદિરમાં પરિક્રમા કરતી વખતે બત્રાએ ડિમ્પલનો દુપટ્ટો પકડી રાખ્યો હતો. તેના કહેવા મુજબ આ તેમના લગ્ન હતા. તેણે ડિમ્પલના કપાળમાં સિંદૂર પણ લગાવ્યું હતું. તમને જણાવી દઈએ કે શેરશાહ ફિલ્મમાં પણ કંઈક આવું જ બતાવવામાં આવ્યું હતું.


વિક્રમના મૃત્યુ પછી એક માત્ર યાદો જ છે આધાર
કારગિલ યુદ્ધ ખતમ થયા બાદ બંને લગ્ન કરવાના હતા. કેપ્ટન વિક્રમ બત્રા 1999માં દેશ માટે લડતા લડતા શહીદ થયા હતા. ડિમ્પલ ચીમાએ ક્યારેય કોઈની સાથે લગ્ન કર્યા નથી અને વિક્રમ બત્રાની વિધવા રહેવાનું નક્કી કર્યું છે. 2017માં એક ઈન્ટરવ્યુમાં ડિમ્પલે કહ્યું હતું કે, 'છેલ્લા 17 વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો જ્યારે મેં તેમનાથી અલગ થયાનો અનુભવ કર્યો હોય. એવું લાગે છે કે તે કોઈ પોસ્ટ પર દૂર છે. જ્યારે લોકો વિક્રમની સિદ્ધિઓ વિશે વાત કરે છે ત્યારે મને ખૂબ ગર્વ થાય છે. પણ સાથે સાથે મારા હૃદયના ખૂણામાં થોડો અફસોસ પણ છે... હું જાણું છું કે આપણે ફરીથી મળવાના છીએ, તે ફક્ત સમયની વાત છે.


આ પણ વાંચોઃ 400 છોકરીઓને બચાવી, પાછળ પડ્યું અંડરવર્લ્ડ, રીલ નહીં રિયલ હીરો છે આ સુપરસ્ટાર


વિક્રમના પરિવારને હતી ડીમ્પલ મંજૂર
વિક્રમના પિતાએ જણાવ્યું કે ડિમ્પલ તેમની સાથે જોડાયેલી છે અને તે તેમને વર્ષમાં બે વાર તેમના અને તેમની પત્નીના જન્મદિવસ પર ફોન કરે છે અને તેમણે હંમેશા વિક્રમ અને ડિમ્પલ વચ્ચેના સંબંધોને મંજૂરી આપી હતી. પિતાએ કહ્યું, 'જ્યાં સુધી મારું બાળક કોઈ ખોટા રસ્તે ન જઈ રહ્યું હોય ત્યાં સુધી મેં હંમેશા સ્વતંત્રતા આપવી યોગ્ય માન્યું છે. વિક્રમે કહ્યું હતું કે તે ડિમ્પલ સાથે લગ્ન કરવા માંગે છે અને આ નિર્ણયમાં હું તેની સાથે હતો.


કેપ્ટન વિક્રમના પિતાએ કહ્યું, 'અમે જાણતા હતા કે ડિમ્પલ એક સંસ્કારી અને સારી છોકરી છે જે સંબંધોને સમજે છે'. વિક્રમ અને ડિમ્પલ એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ કારગિલ યુદ્ધમાં પોતાના સાથીનો જીવ બચાવતા કેપ્ટન વિક્રમ બત્રા શહીદ થઈ ગયા હતા. તેના માતા-પિતાએ પણ તેને બીજે લગ્ન કરવાનું કહ્યું હતું પરંતુ ડિમ્પલે કહ્યું કે તે વિક્રમની યાદો સાથે તેનું જીવન જીવશે.