મુંબઇ: મુંબઇ પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે કે, સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ ફાંસી લગાવતા પહેલા બાથરોબ બેલ્ટનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તે તૂટી ગયો હતો. ત્યારબાદ તેમણે આત્મહત્યા માટે લીલા કુર્તાનો ઉપયોગ કર્યો. હવે પોલીસ તપાસમાં આ જાણવા માગે છે કે, કુર્તો સુશાંતનો ભાર સંભાળી શકતો હતો કે નહીં, એટલા માટે કાલિના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Salman Khanને શેર કર્યો આ VIDEO અને PHOTO, રોષે ભરાયા Sushantના ફેન્સ


2 ટુકડામં મળ્યો હતો બાથ રોબ બેલ્ટ
પોલીસ સૂત્રોના અનુસાર પોલિસને ત્યારે શંકા થઈ જ્યારે બાથ રોબ બેલ્ટ 2 ટુકડામાં જમીન પર પડ્યો હતો, જ્યારે સુશાંતની ડેડ બોડી બેટ પર હતી. તે સમયે જે લોકો રૂમમાં હાજર હતા, તેમણે કુર્તાથી લટકતી લાશના ફંદાને કાપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાલિના ફોરેન્સિંક લેબ કુર્તાની નરમાઈ (Ductility)ને માપવા માટે સાધનોનો ઉપયોગ કરશે, જેથી તે જાણી શકાય કે, શું તે કુર્તો સુશાંતનું વજન ઉઠાવી શકતો હતો.


આ પણ વાંચો:- Sushant Singh Rajput એ ખરીદી હતી ચંદ્ર પર જમીન, પિતાએ કર્યો મોટો ખુલાસો


પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તપાસ માટે પહોંચી પોલીસને થોડી શંકા થઈ, જ્યારે બાથ રોબ બેલ્ટ 2 ટુકડામાં મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં, સુશાંત તપાસ કરી રહ્યો હશે કે, બાથ રોબ બેલ્ટથી ફાંસી લગાવી શકાય છે કે નહીં અથવા બાથ રોબ બેલ્ટ તેનું વજન ઉઠાવી શકશે કે નહીં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પંચનામા દરમિયાન સુશાંતનું કબાટ ખુલ્લુ હતું અને પ્રેસ કરેલા કપડાં વેરવિખેર હતા. બાથ રોબ બેલ્ટ ફાટી જવાને કારણે એવું લાગે છે કે સુશાંતે ત્યારબાદ કુર્તાનો સહારો લીધો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube