જાણો કેમ મુક્ત થઇ ગયા સૈફ અલી ખાન અને ફસાયા ગયો સલમાન
જોધપુરની એક કોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાને બે કાળિયારના શિકાર કરવાના મામલે ગુરૂવારે પાંચ વર્ષની જેલની સજા સંભળાવે ત્યારબાદ તેમને જોધપુર સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા. ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું કે કોર્તે આ કેસમાં અન્ય આરોપી કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબ્બૂ અને નીલમ તથા એક સ્થાનિક નિવાસી દુષ્યંત સિંહને `શંકાના લાભ` આપતાં છોડી મુક્યા હતા.
જોધપુર: જોધપુરની એક કોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાને બે કાળિયારના શિકાર કરવાના મામલે ગુરૂવારે પાંચ વર્ષની જેલની સજા સંભળાવે ત્યારબાદ તેમને જોધપુર સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા. ફરિયાદી પક્ષના વકીલે જણાવ્યું કે કોર્તે આ કેસમાં અન્ય આરોપી કલાકારો સૈફ અલી ખાન, સોનાલી બેંદ્રે, તબ્બૂ અને નીલમ તથા એક સ્થાનિક નિવાસી દુષ્યંત સિંહને 'શંકાના લાભ' આપતાં છોડી મુક્યા હતા.
સલમાન ખાન પર કોર્ટના ચૂકાદાની કોપી Zee News પાસે છે. સીજેએમે પોતાના ચૂકાદામાં કહ્યું કે ગુનાની ગંભીરતાને જોતાં ચૂકાદો આપવામાં આવ્યો છે. તેમણે પોતાના આદેશમાં કહ્યું કે 'સૈફ અલી ખાન ઘટનાસ્થળે હાજર હતા પરંતુ ગુનો કર્યો નથી. એ સાબિત થયું છે કે સૈફે સલમાનને ઉશ્કેર્યો હતો. શંકાના લાભને લીધે સૈફ, તબ્બૂ, સોનાલી, નીલમને છોડી મુકવામાં આવ્યા. અભિનેતાઓને જોતાં સામાન્ય લોકો પણ આમ કરે છે.'
બીજી તરફ સલમાન ખાને કોર્ટ પરિસરથી પોલીસ વાહનમાં જોધપુર સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા. જોકે સલમાનને ત્રણથી વધુ સજા થઇ છે, એટલા માટે તેમને જામીન માટે ઉપલી કોર્ટમાં અરજી આપવીપડશે. ચોથીવાર જોધપુર સેંટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા છે. આ પહેલાં તે કુલ 18 દિવસો સુધી ત્રણ વર્ષ 1998, 2006 અને 2007માં પણ જેલમાં રહી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય જ્જ દેવ કુમાર ખત્રીએ 1998માં થયેલી આ ઘટના સંબંધમાં 28 માર્ચના રોજ કેસની સુનાવણી પુરી કરી હતી. તેમણે ચૂકાદો પેંડીગ રાખ્યો હતો. ફરિયાદી પક્ષના વકીલ મહિપાલ બિશ્નોઇએ જણાવ્યું કે કોર્ટે સલમાન ખાનને પાંચ વર્ષની જેલ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. સલમાન ખાનને કોર્ટે વન્યજીવ (સંરક્ષણ) એક્ટ 9/51 હેઠળ દોષી ગણવામાં આવે છે. આ કાયદા હેઠળ દોષીને વધુમાં વધુ 6 વર્ષની જેલ થઇ શકે છે.
સલમાન પર આરોપ હતો કે તેમણે જોધપુર નજીક કાંકાણી ગામના ભાગોડાની ઢાણીમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ ઘટના 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના શૂટિંગ દરમિયાન ઓક્ટોબર 1998ની છે. કાળી ટી શર્ટ પહેરીને સલમાન કોર્ટમાં પહોંચ્યા હતા. ચૂકાદો સંભળાવતી વખતે અન્ય આરોપીઓ પણ કોર્ટમાં હાજર હતા.