Koffee With Karan 8: કરણ જોહરના વિવાદસ્પદ ચેટ શો કોફી વિથ કરણની આઠમી સિઝન ચાલી રહી છે. આ સીઝન પણ શરુઆતથી ખૂબ જ ચર્ચામાં છે. કરણ જોહરે પોતાના ચેટ શોનો એક નવો પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પ્રોમોમાં આવેલા સેલિબ્રિટી કરન જોહરને ટ્રોલ કરી રહ્યા છે. ખાસ કરીને વરુણ ધવન કરન જોહર સામે જોરદાર કોમેન્ટ કરે છે જેના કારણે કોફી વિથ કરનના હોસ્ટ કરન જોહર શોમાં રાડો પાડવા લાગે છે અને પોતાની ચેર પરથી ઊભો થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કરન જોહરના શોમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી આવશે સાથે, લગ્નજીવન અંગે કરશે ખુલાસા


કરણ જોહરે શેર કરેલા નવા પ્રોમોમાં વરુણ ધવન એવું કહેતો જોવા મળે છે કે કરન જોહરે ઘણા ઘર તોડ્યા છે. આ વાત સાંભળીને કરન જોહર પોતાના સોફા પરથી ઉભો થઈ જાય છે અને રાડો પાડવા લાગે છે. કરન જોહર ગુસ્સે થઈને કહે છે કે ચૂપ થઈ જા... આ વાત તે સહન કરી શકતો નથી. જણાવી દઈએ કે કોફી વિથ કરણની આ સીઝન શરૂઆતથી જ લાઈમલાઈટમાં છે.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Karan Johar (@karanjohar)


આ પણ વાંચો: Tiger 3 માટે કૈટરીના-સલમાને કર્યું બરાબર કામ પણ સલમાનને મળ્યા 100 કરોડ અને...


કોફી વીથ કરનમાં અત્યાર સુધીમાં રણવીર-દીપિકા, આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, સારા અલી ખાન, અનન્યા પાંડે, સની દેઓલ, બોબી દેઓલ સહિતના કલાકાર આવી ચૂક્યા છે. હવે અપકમિંગ એપિસોડમાં કોફી વીથ કરનમાં અજય દેવગન, રોહિત શેટ્ટી, રાની મુખર્જી, કાજલ, કિયારા અડવાણી, વિકી કૌશલ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાનવી કપૂર સહિતના કલાકારો જોવા મળશે.