Koffee With Karan Season 7: કોફી વિથ કરણ સીઝન 7 ખૂબ પોપુલર થઇ રહ્યો છે. તેનું કારણ છે કે કરણ જોહરની સામે કોફી કાઉઝ પર દર અઠવાડિયે એક એકથી ચઢિયાતા એક્ટર અને અભિનેત્રીઓ જોવા મળે છે. જે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ સાથે જોડાયેલા ખુલાસા કરીને ફેન્સને આશ્વર્યમાં મુકી રહ્યા છે. તો બીજી તરફ કોફી વિથ કરણ શોના લેટેસ્ટ અપકમિંગ એપિસોડનો પ્રોમો આઉટ થયો છે જેમાં કેટરીના કૈફ પોતાના એક્સ બોયફ્રેંડ રણબીર કપૂરની અક્ટ્રેસ પત્ની આલિયા ભટ્ટની સુહાગરાતને લઇને પૂછવામાં આવેલા પ્રશ્ન પર રમૂજી પ્રતિક્રિયા આપતી જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટરીના કેફ સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર સાથે જોવા મળશે
જોકે વિક્કી કૌશલ સાથે લગ્ન બાદ પહેલી એવી તક છે જ્યારે કેટરીના કેફ કોઇ શોમાં પહોંચી હોય. કોફી વિથ કરણ 7 ના અપકમિંગ એપિસોડમાં કેટરીના કેફ સિદ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટરની સાથે જોવા મળશે. નવા પ્રોમોમાં કરણ જોહરના પ્રશ્ન પર અભિનેત્રી જવાબ આપતી જોવા મળી રહી છે. 


આલિયા ભટ્ટની સુહાગરાત સમસ્યાનું સમાધાન પૂછતાં જોવા મળ્યા કરણ
કોફી વિથ કરણ 7 ના નવા પ્રોમોમાં સોફા પર બેસી કેટરીના કૈફ સાથે કરણ જોહરને આલિયા ભટ્ટની સુહાગરાત સમસ્યાનું સમાધાન પૂછતા જોવા મળ્યા. કરણ જોહરે કહ્યું કે આલિયા ભટ્ત પાસે સુહાગરાત માટે સમય નથી. 

Milk Spoiling: શું વારંવાર ગરમ કરવાથી પણ ફાટી જાય છે દૂધ? ફ્રેશ રાખવું છે આ રીતે કરો સ્ટોર


આલિયાએ પોતે શોમાં આવી કહી હતી આ વાત
કરણ જોહરે એટલા માટે કહ્યું કારણ કે કોફી વિથ કરણના એક શોમાં ગેસ્ટ બનીને આવેલી આલિયા ભટ્ટે શેર કર્યું હતું કે લગ્નના દિવસે કપલ્સ એટલા થાકેલા હતા કે તેમના માટે સુહાગરાતનો સમય ન હતો. 


કેટરીન કૈફે ચૂલબુલા અંદાજમાં એક આપ્યું સમાધાન
કરણે જ્યારે કેટરીના કૈફ સાથે આલિયા ભટ્ટ માટે સુહાગરાતની અવધારણા માટે એક મિથકના રૂપમાં નકારી કાઢવા વિશે શેર કર્યું તો કેટરીના કૈફે નટખટ અંદાજમાં એક સારું સમાધાન શેર કર્યું.  

Hera Pheri 3 ને લઇને મોટી અપડેટ આવી સામે, ફિરોજ નડિયાદવાલાએ ફિલ્મ પર શરૂ કર્યું કામ


કેટરીના કૈફ બોલી- સુહાગરાત થવી જરૂરી નથી...
કેટરીના કૈફે કહ્યું 'આ હંમેશા સુહાગરાત હોવી જરૂરી નથી. આ એક સુહાગ દિવસ પણ હોઇ શકે છે, 'કેટરીના કૈફનો આ જવાબ સાંભળીને કરણ જોહરે કહ્યું કે આ મને ખૂબ ગમી. 


8 સપ્ટેમ્બરે સ્ટ્રીમ થશે આ શો
કોફી વિથ કરણ સીઝન 7ના દસમા એપિસોડમાં કેટરીના કૈફ, ઇશાન ખટ્ટર અને સિદ્ધાર્થ ચર્તુવેદી જોવા મળશે. આ એપિસોડૅ 8 સપ્ટેમ્બરે સવારે 12 વાગે Disney+ Hotstar પર સ્ટ્રીમ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube