મુંબઈ: દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ હાલ સતત ચર્ચામાં છે. બોલિવૂડનો આ હોટ પાવર  કપલ સોશિયલ મીડિયામાં ખુબ ફૂટેજ મેળવી રહ્યું છે. શનિવારે રાતે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં દીપિકા અને રણવીરના લગ્નનું સેલિબ્રેશન થયું. રણવીર સિંહની બહેન રિતિકા ભવનાનીએ ભાઈ અને ભાભી માટે ગ્રાન્ડ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. અત્રે જણાવવાનું કે દીપિકા પાદૂકોણ અને તેની નણંદ રિતિકા વચ્ચે લગ્ન પહેલાથી સારૂ બોન્ડિંગ જોવા મળી રહ્યું હતું. રણવીર તેની આ મોટી બહેનને છોટી મા ઉપનામથી પણ બોલાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્ટીની વાત કરીએ તો આ પ્રાઈવેટ ડિનર પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાઈરલ થઈ રહી છે. રણવીર એકવાર ફરીથી પોતાના જાણીતા અંદાઝમાં જોવા મળ્યો. આ વખતે તેનો લુક ખુબ જ અલગ અને કૂલ જોવા મળ્યો. રણવીર સિંહે પોતાના લગ્નની પાર્ટીમાં પિંક અને બ્લુ કલરનો લોન્ગ કોટ પહેર્યો. આ કોટ પર હાર્ટ શેપના ઈમ્બેલિશમેન્ટ હતાં. આ સાથે જ રણવીર બ્લેક કલરની ટ્રાઉઝરી કેરી કરતો પણ જોવા મળ્યો. રણવીર સિંહનો આ લુક તેની ફિલ્મ પદ્માવતના અલાઉદ્દીન  ખિલજી જેવો જોવા મળતો હતો. મનિષ અરોડાએ પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રણવીર સિંહની આ તસવીરો શેર કરી છે. 



મળતી માહિતી મુજબ રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્ન નિમિત્તે રખાયેલા આ ગ્રાન્ડ ડિનર પાર્ટીમાં ફક્ત પરિવારજનો અને  કેટલાક ખાસ મિત્રો સામેલ થયા હતાં. રિપોર્ટ્સ મુજબ રણવીર સિંહની બહેન રિતિકા ભવનાનીએ ડેકોરેશનથી લઈને ખાણીપીણીનું સ્પેશિયલ આયોજન કર્યું હતું. દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહ 6 મહિનાના સંબંધ બાદ લગ્નમાં બંધાયા છે. 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમોમાં કોંકણી અને સિંધી રીતિ રિવાજથી બંનેના લગ્ન થયા.



લગ્ન બાદ દીપિકા પાદૂકોણના પરિવારે બેંગ્લુરુમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું. અહેવાલ મુજબ દીપિકા અને રણવીર 28 નવેમ્બરના રોજ મુંબઈમાં  રિસેપ્શન આપશે. જેની તૈયારીઓ ચાલી રહી છે. આ શાનદાર રિસેપ્શન પાર્ટીમાં મુંબઈના ખાસ મિત્રો, સંબંધીઓ અને રાજકારણ તથા બિઝનેસની દિગ્ગજ હસ્તીઓ સામેલ થશે.