કર્નલ કુમારદુષ્યંત, અમદાવાદ: પંજાબના સુપરસ્ટાર દિલજીત દોસાંજ અને કૃતિ સેનન પોતાની આગામી બોલીવુડ ફિલ્મ 'અર્જુન પટિયાલા'ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બન્યા હતા. ખૂબ જ સંકોચી અને સમજી વિચારીને પ્રશ્નોના જવાબ આપવા માટે જાણીતા દિલજીત સિંહે ઝી ડિજીટલ સાથે પોતાની આગામી ફિલ્મ વિશે ખાસ વાતચીત કરી હતી. દિલજીત દોસાંજે જણાવ્યું હતું કે ભલે ફિલ્મ 'અર્જુન પટિયાલા' એક કોમેડી ફિલ્મ હોય પરંતુ તે પોતાની એક્ટિંગને ખૂબ જ ગંભીર છે. નજીકના ભવિષ્ય દલજીત દોસાંજે ગુજરાતી ગરબા સોન્ગ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમને સંગીત અને ભોજન ખૂબ જ પ્રિય છે. તેમણે ઢોકડા ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમની આગામી ફિલ્મ 'ગુડ ન્યૂઝ'માં અક્ષય કુમાર સાથે કામ કરી રહ્યા છે જે આગામી દિવાળી પર રિલીઝ થશે, આ ઉપરાંત તે વધુ એક હિંદી અને પંજાબી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃતિ સેનન 'અર્જુન પટિયાલા' ફિલ્મમાં એક ક્રાઇમ રિપોર્ટરની ભૂમિકા ભજવી રહી છે. આ અગાઉ ફિલ્મ 'લુકા છુપી'માં તેમણે એક ઇન્ટર્ન રિપોર્ટની ભૂમિકા ભજવી હતી. તો જેને લઇને તેને પૂછવામાં આવ્યું હતું કે એક જર્નાલિસ્ટ તરીકે ફિલ્મી પડદે તમને કેવો અનુભવ રહ્યો? તો તેણે જણાવ્યું હતું કે 'લુકા છુપી'માં હું ઇન્ટર્ન(જર્નાલિસ્ટ) તરીકે કામ કરી રહી હતી અને હવે 'અર્જુન પટિયાલા'માં મને પરમનેન્ટ નોકરી મળી ગઇ છે. એક પત્રકાર તરીકે ન્યૂઝ માટે કેવા પ્રકાર મહેનત કરવી પડે છે તે મને ફિલ્મ દરમિયાન સમજાઇ ગયું છે. જ્યારે ઓનસ્ક્રિન હોવ છો તો ત્યારે તમારા કેટલીક ભૂલો થઇ જાય છે ત્યારે તમે તેને કેવી રીતે દબાવી દઇને ઓનસ્ક્રીન પ્રેઝન્ટ કરો છો તે મને શિખવા મળ્યું છે.   
[[{"fid":"225445","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Kriti Senon","field_file_image_title_text[und][0][value]":"Kriti Senon"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Kriti Senon","field_file_image_title_text[und][0][value]":"Kriti Senon"}},"link_text":false,"attributes":{"alt":"Kriti Senon","title":"Kriti Senon","class":"media-element file-default","data-delta":"1"}}]]
બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન પોતાની શાનદાર એક્ટિંગ અને ફેશન સેન્સ લીધે હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે ટ્રોલનો શિકાર બની છે. તેમના કેટલાક ફોટામાં તેમના ફેન્સે ખરીખોટી સંભળાવી દીધી. ત્યારબાદ તેણે તે ફોટા ડિલીટ કરવા પડ્યા હતા. 


જોકે કૃતિ સેનન થોડા દિવસો પહેલાં જામ્બિયા ગઇ હતી. જ્યાં તે વાઇલ્ડ લાઇફને ખૂબ નજીકથી જોવા માંગતી હતી અને તેણે સોશિયલ મીડિયા પર ચીત્તા સાથે ફોટા શેર કર્યા હતા. તેમાં તે ચીત્તા સાથે ચાલતી અને તેની સાથે બેસેલી જોવા મળી હતી. આ વાત લોકોને પસંદ ન આવી. 


આ ફોટાને લીધે કૃતિ સેનનને પોતાના ફેન્સે ખરીખોટી સંભળવી પડી હતી. કારણ કે જે ચીત્તા સાથે તેમણ ફોટા અપલોડ કર્યો હતો તેને પટ્ટાથી બાંધેલો હતો. જ્યાર લોકોએ કહ્યું હતું કે આ પ્રકારે જંગલી જાનવરોને પાલતૂની માફક રાખવા એક ક્રૂરતા છે. ફોટો શેર કરતાં કૃતિએ લખ્યું હતું કે ''આ સેલ્ફી માંગી રહ્યો હતો અને હું ના પાડી શકી નહી''. ક્રિતી સેનન પોતાના ફેન્સની આ નારાજગી જોઇ ન શકી અને ત્યારબાદ ફોટો ડિલીટ કરી દીધો હતો. 


આ મામલે તેને પૂછવામાં આવતાં જણાવ્યું હતું કે ક્રિતીએ હતું કે આજકાલ ટ્રોલ કરવું એક ફેશન બની ગઇ છે. લોકો સત્ય જાણ્યા વિના વગર વિચારે ટ્રોલ કર્યા કરે છે. હું એક એનિમલ લવર છું. જ્યારે ક્રિતી સેનનને ફિલ્મના સૌથી મનપસંદ પસંદ ડાયલોગ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે ફિલ્મમાં એક સીન છે જેમાં કોઇ તેમને ટાઇમ પૂછે છે તો ક્રિતી સેનન તેના જવાબમાં કહે છે કે 'બસ તુમ્હે ચપાટ ખાને મે દો મિનટ બાકી હૈ' હોવાનું જણાવ્યું હતું.