નવી દિલ્હી : બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. અવારનવાર તે ઇન્સ્ટા એકાઉન્ટ પર વીડિયો અને ફોટો શેયર કરતી રહે છે. રવિવારે તેણીએ પોતાનો એક ફોટો શેયર કર્યો, જે દેખતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. આ ફોટામાં કૃતિ બ્લ્યૂ કલરના સ્વિમિંગ સૂટમાં દેખાય છે. આ દિવસોમાં કૃતિ માલદીવમાં છે અને આ તસ્વીર ત્યાંની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્જુન પટિયાલામાં દેખાશે કૃતિ
તમને જણાવીએ કે, કૃતિ સેનન અને દિલજીત દોસાંઝ અભિનીત ફિલ્મ અર્જુન પટિયાલા 19 જુલાઇએ રિલીઝ થવાની છે. પહેલા આ ફિલ્મ 3 મે ના રોજ રિલીઝ થવાની હતી. ટી સીરીઝ અને મૈડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ભૂષણ કુમાર અને દિનેશ વિજાને કો પ્રોડ્યૂસ કરી છે. રોહિત જુગરાજ નિર્દેશિત આ ફિલ્મમાં વરૂણ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં દિલજીત અને વરૂણ પોલીસ અધિકારીના અભિનયમાં દેખાશે. 


લુકા છુપી એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
કૃતિ સેનનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ લુકા છુપી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં કૃતિ સેનન સાથે કાર્તિક આર્યન છે.


બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણવા કરો અહીં ક્લિક