Baby Bump ફ્લોન્ટ કરતી જોવા મળી ક્રિતી, એક્ટ્રેસની અચાનક આ પોસ્ટથી ફેન્સ ચોંકી ઉઠ્યા
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ક્રિતી સેનન (Kriti Sanon) તેની આગામી ફિલ્મ `મિમી` (Mimi) અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું ફની ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ક્રિતી સેનનની દરેક અદા પર તેના ફેન્સ ઘણીવાર દિવાના થઈ જાય છે
નવી દિલ્હી: બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ ક્રિતી સેનન (Kriti Sanon) તેની આગામી ફિલ્મ 'મિમી' (Mimi) અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનું ફની ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. ક્રિતી સેનનની દરેક અદા પર તેના ફેન્સ ઘણીવાર દિવાના થઈ જાય છે.
સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે ક્રિતી સેનન
પોતાના ફેન્સની સાથે જોડાયેલા રહેવા માટે ક્રિતી સેનન (Kriti Sanon) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર તેની એકથી એક ચઢિયાતી બોલ્ડ તસવીરો જોવા મળશે. તે હંમેશાં તેની સુંદર તસવીરો અને વીડિયો દ્વારા ફેન્સના દિલ પર રાજ કરતી રહે છે. ક્રિતીના ઇન્સ્ટાગ્રામ (Instagram) પેજ પર દરરોજ તેની નવી સ્ટાઈલ જોવા મળે છે.
ક્રિતી સેનને શેર કરી છે તસવીર
દરમિયાન, ક્રિતી સેનને (Kriti Sanon) તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે પોતાનો 'સોમવાર મિમી મૂડ'નો ખુલસો કર્યો છે. આ તસવીર તેની આગામી ફિલ્મ 'મિમી'ના (Mimi) સેટની છે. તસવીરમાં અભિનેત્રી બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ફોટામાં જોઇ શકાય છે કે ક્રિતી માથા પર પોતાને ગોળી મારવાની એક્ટિંગ કરી રહી છે. તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'સોમવાર મિમી મૂડ'.
હસવા માટે થઈ જાવ તૈયાર, જલદી શરૂ થશે The Kapil Sharma Show
30 જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ક્રિતી સેનનની આગામી ફિલ્મ 'મિમી' (Mimi) 30 જુલાઈએ ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ક્રિતી સેનનની (Kriti Sanon) સરોગેસી અને પ્રેગ્નેન્સી પર આધારિત ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ક્રિતી એક મધ્યમ પરિવારની એક છોકરી છે, જેને ખબર પડે છે કે વિદેશી દંપતી તેને સરોગેસી માતા બનવા માટે 20 લાખ રૂપિયા આપી રહ્યું છે. આ પછી મિમી (ક્રિતી સેનન) તરત જ આ કામ માટે તૈયાર થઈ જાય છે. ટ્રેલરને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube