Krushna Abhishek-Govinda: છેલ્લા કેટલાક વર્ષોથી એક્ટર કોમેડીયન કૃષ્ણા અભિષેક અને તેના મામા ગોવિંદા વચ્ચે અનબન ચાલી રહી છે. તેવામાં બંને વચ્ચે સમાધાન થયા નહીં ચર્ચા શરૂ થઈ હતી. તેનું કારણ હતું થોડા દિવસો પહેલા કૃષ્ણા અભિષેકે પોતાની એક પોસ્ટમાં તેના મામા ગોવિંદા ને ટેગ કર્યા હતા. આ વાત ઉપર કૃષ્ણા અભિષેકે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. કૃષ્ણા અભિષેકે જણાવ્યું કે તેણે શા માટે ઈંસ્ટાગ્રામની પોસ્ટમાં તેના મામાને ટેગ કર્યા. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષ્ણા અભિષેકે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે હવે જેમ બને તેમ જલ્દી પોતાના મામા અને મામી સાથે ચાલતા વિવાદને દૂર કરવા માંગે છે કારણ કે તે બંનેને ખૂબ જ પ્રેમ કરે છે. થોડા સમય પહેલા ગોવિંદાએ પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેના મનમાં કૃષ્ણાને લઈને કોઈ નારાજગી નથી. 


આ પણ વાંચો:


OMG 2 માં પંકજ ત્રિપાઠીની એન્ટ્રી પર પરેશ રાવલે આપ્યો સણસણતો જવાબ, કહી દીધી મોટી વાત


આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે!!! મેકઅપની ક્યારે પડતી નથી જરૂર


પાક્કા ગુજરાતી છો તો આ ગુજ્જુ અભિનેત્રીઓને ઓળખી બતાવો, થઈ જાય તમારા જ્ઞાનની કસોટી


કૃષ્ણા અભિષેકે ઈંસ્ટાગ્રામ પર ગોવિંદાને ટેગ કર્યો પરંતુ ગોવિંદા તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો આ વાત ઉપર પણ કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે ગોવિંદા ભલે રિએક્ટર ન કરે પરંતુ તે ઇચ્છતો હતો કે ગોવિંદાને ટેગ કરે. સાથે જ તેણે એવું પણ કહ્યું કે ઝઘડાની વાતને લઈને દિવસો પસાર થઈ રહ્યા છે પરંતુ હવે તે ઈચ્છે છે કે પરિવાર વચ્ચે બધું જ બરાબર થઈ જાય કારણ કે તે પોતાના મામાને ખૂબ જ પ્રેમ કરે છે.
 


કૃષ્ણાએ પોતાની વાતને આગળ વધારતા એવું પણ કહ્યું કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ ઝઘડો થાય. તે પોતાના મામા અને મામી ને ખૂબ જ પ્રેમ કરે છે. તેને ગોવિંદાની પત્ની સુનિતા માટે પણ એવું કહ્યું હતું કે સુનીતા એ તેમના માટે ઘણું બધું કર્યું છે અને તે તેની માં સમાન છે.
 


વર્ષ 2016 થી કૃષ્ણા અને ગોવિંદા વચ્ચે છે ઝઘડો


ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચે વર્ષ 2016 થી ઝઘડો ચાલી રહ્યો છે આ ઝઘડાની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહે એક વિવાદિત ટ્વિટ કરી હતી. તેને ટ્વિટમાં લખ્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે ડાન્સ કરે છે. આ વાતને લઈને ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજા કાશ્મીરાથી નારાજ છે અને આ વાત પરિવારના ઝઘડા સુધી પહોંચી ગઈ.