મુંબઈ : દેશ આજે 73મો સ્વતંત્રતા દિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આ દિવસને સેલિબ્રેટ કરવા માટે મેલોડી કિંગ કુમાર સાનુએ ઝી મ્યુઝિક સાથે મળીને તિરંગાને સલામ કરતું એક ગીત તૈયાર કર્યું છે. કુમાર સાનુનું પણ માનવું છે કે દેશ સર્વોપરી છે અને આ અખંડ ભારતમાં સ્વતંત્રતા દિવસનો મતલબ સાવ અલગ છે. દેશને આઝાદી દાયકાઓ પહેલાં મળી ગઈ છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ વાતનો અહેસાસ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરંગા પ્રત્યે સન્માનની ભાવના દરેક દેશપ્રેમીના દિલમાં છે. આ મામલે કુમાર સાનુ કહે છે કે જ્યારે તિરંગો નજર સામે હોય છે ત્યારે તેમનું મસ્તક નમી જાય છે. આ કારણે જ તેઓએ 15 ઓગસ્ટે આ ગીત દેશવાસીઓને સમર્પિત કરવાનું પસંદ કર્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...