નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી સેફ અલી ખાનની ફિલ્મ 'લાલ કપ્તાન' ચર્ચામાં છે અને ફેન્સ તેના રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. હવે તેના ટ્રેલરનો પ્રથમ ભાગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં સેફ અલી ખાન અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં હશે. આ ટ્રેલરના પાર્ટમાં સેફ અલી ખાનની ઝલક જોઈને તમે ટ્રેલરના બીજા ભાગની રાહ જોશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેલરના આ પ્રથમ ભાગને 'ધ હંટ' નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સેફ અલી ખાન નાગા સાધુના અવતારમાં જોવા મળી રહ્યો છે અને લોકોનું કત્લ કરતો જોવા મળી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં તમને સેફ અને સોનાક્ષીનું નરેશન પણ સંભળાશે. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર