નવી દિલ્હી : અભિનેતા સૈફ અલી ખાનની આગામી ફિલ્મ લાલ કપ્તાન 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મના નિર્માતા ઇરોઝ ઇન્ટરનેશનલ અને આનંદ એલ રાયના કલર યેલો પ્રોડક્શનની છે. આ ફિલ્મમાં સૈફ નાગા સાધુના રોલમાં છે. આ ફિલ્મમાં તે પ્રવાસ પર છે જેમાં ડ્રામા, બદલો અને છેતરપિંડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇરોજ ઇન્ટરનેશનલના સુનીલ લુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સૈફ બહુ સારો કલાકાર છે અને આ ફિલ્મમાં તેને પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે. 


આવી ગયું પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું નવું પોસ્ટર, ટેગલાઇન છે બહુ રસપ્રદ


અનુષ્કા શર્માની NH10ને ડિરેક્ટ કરનાર નવદીપ સિંહે આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. આનંદ એલ રાયે કહ્યું છે કે તેમને ફિલ્મની વાર્તા પર સંપૂર્ણ ભરોસો છે. લાલ કપ્તાન એવી ફિલ્મ છે જે પોતાનું અલગ સ્થાન અને ચાહકો ઉભા કરવામાં સક્ષમ છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. હાલમાં સૈફ અલી ખાન પોતાની વેબ સિરિઝના શૂટિંગમાં વ્યસ્ત છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...