Lal Singh Chaddha Shows: આમિરને લાગ્યો આંચકો, બીજા દિવસે આટલી સ્ક્રીન પરથી વળી ગયું પીલ્લું
બોલીવુડ હંગામાના સમાચાર અનુસાર શુક્રવારે દર્શકો માટે બિલકુલ અથવા પછી થોડી સંખ્યામાં પહોંચતાં 1300 સ્ક્રીન પરથી એક્ઝીબીટર્સે ફિલ્મને હટાવવા અથવા શો કેન્સલ કરવાનો નિર્ણય લીધો. ઘણી જગ્યએ મલ્ટીપ્લેક્સોમાં લાલ સિંહ ચઢ્ઢાના ખરાબ પરર્ફોમન્સના કાર્ણે ફિલ્મના શો ઓછા કરી દીધા.
Aamir Khan Film Disappoints: લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝની સાથે આમિર ખાનને પોતાના લાંબા કેરિયરમાં એવી વાતોનો સામનો કરવો પડ્યો છે, જે આજ સુધી તેમની સાથે થઇ નથી. સૌથી પહેલાં તો ગુરૂવારે રિલીઝ ફિલ્મોના ઘણી જગ્યાએ શો કેન્સલ થવાના સમાચાર આવ્યા છે, ઘણા થિયેટરોમાંથી સો અને બે સીટોમાંથી 10 અને 20 દર્શક પહોંચ્યા હતા. પરંતુ સમગ્ર મામલો એટલો નિરાશાજનક હતો કે ઘણી બધી જગ્યાએ શુક્રવારે તેમની ફિલ્મની સ્ક્રીનોમાંથી ઉતારી દેવામાં આવી. બીજા દિવસે લાલ સિંહ ચઢ્ઢાને લગભગ 1300 સ્ક્રીનો પરથથી દૂર કરવાના સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ફિલ્મ અને આમિત સાથે બોલીવુડ માટે ખૂબ જ મોટો આંચકો છે.
ખરાબ પરર્ફોમન્સનું પરીણામ
બોલીવુડ હંગામાના સમાચાર અનુસાર શુક્રવારે દર્શકો માટે બિલકુલ અથવા પછી થોડી સંખ્યામાં પહોંચતાં 1300 સ્ક્રીન પરથી એક્ઝીબીટર્સે ફિલ્મને હટાવવા અથવા શો કેન્સલ કરવાનો નિર્ણય લીધો. ઘણી જગ્યએ મલ્ટીપ્લેક્સોમાં લાલ સિંહ ચઢ્ઢાના ખરાબ પરર્ફોમન્સના કાર્ણે ફિલ્મના શો ઓછા કરી દીધા. હકિકતમાં બીજા દિવસે પણ જ્યારે પહેલાં દિવસની માફક સ્થિતિ જોવા મળી તો સિનેમાઘર માલિકોને ફિલ્મના શોને ઓછા કરવાનો નિર્ણય કર્યો હતો.
પત્નીને મોડી રાત સુધી આ જગ્યાએ લઇને પહોંચ્યા 'આશ્રમ'ના 'બાબા નિરાલા', સામે આવી આ તસવીરો
મલ્ટીપ્લેક્સો પાસે આશા
ઉલ્લેખનીય છે કે આમિરની ફિલ્મનું આખા દેશમાં લગભગ 3600 સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેના દસ હજારથી વધુ શો પહેલાં દિવસે હતા. ફિલ્મ ઇંડસ્ટ્રીને આશા હતી કે આમિરની ફિલ્મ ખરાબમાં ખરાબ સ્થિતિમાં 20 કરોડની ઓપનિંગ લેશે. પરંતુ એવું બન્યું નહી. બોલીવુડ હંગામાના અનુસાર ગુરૂવારે રિલીઝ થયેલી બંને ફિલ્મો લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષા બંધનને દિવસે મોટાપાયે રિલીઝ કરવામાં આવી હતી. બંને ફિલ્મોની શરૂઆત નબળી રહી. જોકે રક્ષા બંધનને માસ-ફિલ્મની માફક જોવામાં આવે છે અને તેને જોવા લોકો પરિવાર સાથે પહોંચી રહ્યા છે. ખાસકરીને નાના સેન્ટરોમાં આ ફિલ્મ સારું પ્રદર્શન કરી રહી છે. જ્યારે આમિરની ફિલ્મને પોતાના માટે મહાનગરોના મલ્ટીપ્લેક્સો પાસે આશા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube