Comedian Raju Srivastav: જાણીતા કોમેડિયન અને ફિલ્મ અભિનેતા રાજૂ શ્રીવાસ્તવનું 58 વર્ષની વયે નિધન થયું. તેમને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને દિલ્હીની AIIMS માં દાખલ કરાયા હતા જ્યાં તેમણે ગઈ કાલે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધન બાદ ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.  હવે રાજૂ શ્રીવાસ્તવનો અંતિમ વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એક કૌટુંબિક કાર્યક્રમમાં હસતાં ગાતા જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાભૂતમાં વિલિન થયા રાજૂ શ્રીવાસ્તવ
રાજૂ શ્રીવાસ્તવના પાર્થિવ દેહના આજે સવારે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રાજૂના ભાઈએ તેમને મુખાગ્નિ આપી. કોમેડિયનને તેમના પરિવારે ભીની આંખોએ વિદાય આપી. રાજૂની વિદાયથી તેમનો પરિવાર તૂટી ગયો છે. તેમના માટે આ પળ પડકારભર્યો છે. 


રાજૂ શ્રીવાસ્તવનો છેલ્લો વીડિયો
મળતી માહિતી મુજબ રાજૂ શ્રીવાસ્તવનો આ વીડિયો તેઓ એમ્સમાં દાખલ થયા તેના 15 દિવસ પહેલાનો છે.  તબિયત બગડી તેના 15 દિવસ પહેલા તેઓ લખનઉના રાજાજીપુરમમાં એક સંબંધીના ત્યાં લગ્ન સમારોહમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ પરિવાર સાથે હસતા અને ગાતા જોવા મળ્યા. રાજૂ શ્રીવાસ્તવે કેટલાક ગીતો પણ ગાયા જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube