નવી દિલ્હી : ભારત કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar)ને શ્વાસ લેવામાં સમસ્યા થતા તેમને સોમવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્ય વિશે આખો દેશ ચિંતામાં હતો. જોકે હવે સમાચાર આવ્યા છે કે તેમની હાલત પહેલાં કરતા સારી છે. આ વાતની જાણકારી લતા મંગેશકરના પરિવારે જ આપી છે. પરિવારજનોએ ખરાબ સમયમાં સાથ આપવા બદલ લોકોનો પણ આભાર માન્યો છે. પરિવારે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ''લતા દીદીની હાલત સ્થિર અને બહેતર છે. તમારી પ્રાર્થનાઓ માટે ધન્યવાદ. અમે તેમના સંપૂર્ણ રીતે સાજા થવાની રાહ જોઈ રહ્યા છીએ જેથી તેમને ઘરે લાવી શકાય. અમારી સાથે રહેવા અને અમારી અંગત લાગણીનું સન્માન કરવા બદલ આભાર.'' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...