ઝી બ્યુરો/નવી દિલ્હી: હીરાબાનો આજે 100માં જન્મદિવસે પ્રધાનમંત્રી મોદીએ કરી માતા સાથે મુલાકાત કરી હતી. માતાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ શાલની ભેટ આપી માતાના ચરણ ધોઈ આશીર્વાદ લીધા હતા. આજે પીએમ મોદીના માતા હીરાબા વિશે અલગ અલગ ક્ષેત્રે જૂની યાદો વાગોળવામાં આવી રહી છે. ત્યારે સુરોની કોકિલા અને ભારત રત્ન લતા મંગેશકર હવે આપણી વચ્ચે તો રહ્યા નથી. પરંતુ તેમની સાથે પણ પીએમ મોદીના માતા હીરાબાનો એક પ્રસંગ જોડાયેલો છે. દેશના પીએમ નરેન્દ્ર મોદી અને લતા દીદી વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધ હતા. લતાજીએ પીએમ મોદીની માતા હીરાબાને એક પત્ર મોકલ્યો હતો, જેનાથી તેમની ભાવનાઓને સમજી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર લતા મંગેશકરે હીરાબાને એક પત્ર મોકલ્યો હતો. તે પત્રમાં લખવામાં આવ્યું હતું


તમારા ચરણોમાં મારા સાદર પ્રણામ


ભગવાન શ્રી રામની કૃપાથી તમારા પુત્ર અને મારા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરીથી વડાપ્રધાન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube