સ્વરકોકિલા લતા મંગેશકરે જણાવ્યો પોતાનો સફળતાનો મંત્ર, કહ્યું `પોતાને ક્યારેય પણ...`
આગામી 28 સપ્ટેમ્બરના રોજ ભારતનાં કોયલ એવા લતા મંગશેકરનો 90મો જન્મદિવસ છે. આ નિમિત્તે દિગ્ગજ ગાયિકાએ પોતાનાં મનની વાતો જણાવી હતી
નવી દિલ્હીઃ ભારતના કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકર આગામી 28 સપ્ટેમ્બરનાં રોજ પોતાનો 90મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યાં છે. આ નિમિત્તે દિગ્ગજ ગાયિકાએ પોતાનાં મનની વાતો જણાવી હતી. તેમણે પોતાની સફળતાનો મંત્ર પણ જણાવ્યો હતો. સમાચાર એજન્સી IANSને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, ફરીથી વર્ષનો એ દિવસ આવવાનો છે તો લતા મંગેશકરે જણાવ્યું કે, "તેમાં ખાસ શું છે? આ વર્ષનાં અન્ય દિવસો જેવો જ છે, કેમ ખરું ને?"
દુનિયાના મહાન કલાકારો, નેતાઓ અને સંગીત ક્ષેત્રના દિગ્ગજો તેમને સૌથી મહાન ગાયિકા જાહેર કરી ચૂક્યા છે અને આ દિવસે માનવ સભ્યતાના સૌથી પ્રતિભાળાશી ગાયકનો જન્મ થયો હતો. આ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, "આવું લોકો વિચારે છે, આ તેમનો પ્રેમ છે. મેં પોતાની જાતને ક્યારેય ખાસ સમજી નથી."
IIFA 2019 માં રેડ કાર્પેટ સેન્સેશન બન્યો એક કૂતરો, એન્કરે 'ઈન્ટરવ્યૂ' પણ લઈ લીધો
તેમણે કહ્યું કે, "મારા ગીતો સાંભળનારા અને તેની પ્રશંસા કરનારા લોકોએ મને વિશેષ જણાવી છે, પરંતુ મેં ક્યારેય મારી જાતને આટલી વિશેષ સમજી નથી. મારો ઉદ્દેશ્ય જીવનમાં ખુદને એક સારી વ્યક્તિ અને એક શ્રેષ્ઠ કલાકાર બનાવવાનો રહ્યો છે."
Daughter Day બોલીવુડ સિતારાઓએ શેયર કરી પ્રેમભરી તસ્વીરો
તમે પોતાની જાતને એક શ્રેષ્ઠ માનવી બનાવવા માટે કેવા પ્રકારનાં પ્રયાસ કરો છો? તેમણે કહ્યું કે, "મારૌ સાથી મોટો દોષ મારો ઉગ્ર સ્વભાવ હતો. બાળપણમાં મને ખુબ જ ગુસ્સો આવતો હતો. હું ખુબ જ વહેલા ગુસ્સે થઈ જતી હતી. સમય બદલાયો અને હું મોટી થઈ. પછી એક સમય એવો આવ્યો જ્યારે મેં તેના પર વિજય મેળવી લીધો. મને ક્યારેક આશ્ચર્ય પણ થાય છે કે, મારો એ ભયંકર સ્વભાવ હવે ક્યાં જતો રહ્યો છે."
જુઓ LIVE TV....