મુંબઈ : બોલિવૂડના અન્ના સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી બહુ જલ્દી બોલિવૂડમાં હીરો તરીકે એન્ટ્રી લેવાનો છે. ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ તેને પોતાની પહેલી ફિલ્મમાં ચમકાવાની પુરતી તૈયારી કરી લીધી છે અને બહુ જલ્દી આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. અહાન પોતાના ડેબ્યુની સાથેસાથે પોતાની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ માટે પણ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયમાં અહાન અને તાનિયાને અનેકવાર સાથે જોવામાં આવ્યા છે. એકવાર તો તાનિયા પાપારાઝીઓથી પોતાનો ચહેરો પણ છુપાવતી જોવા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહાનની ગર્લફ્રેન્ડ તાન્યા ફેશન ડિઝાઇનર છે અને આ બંને અનેકવાર લંચ, ડિનર અને મૂવીમાં એકસાથે ફરતા જોવા મળે છે. જોકે તાન્યા પહેલીવાર સત્તાવાર રીતે સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીના જન્મદિવસની ઉજવણીના પારિવારીક કાર્યક્રમમાં જોવા મળી હતી અને આખો પરિવાર તેના પર ઓળઘોળ હતો. 


તાનિયા વિશેની ખાસ જાણકારી


  • તાનિયા જાણીતા બિઝનેસમેન જયદેવ શ્રોફની દીકરી છે.  

  • તાનિયાએ અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાં અભ્યાસ કર્યો છે અને પોતાનું બાળપણ મુંબઈમાં જ પસાર કર્યું છે.

  • તાનિયા અને અહાન સ્કૂલના દિવસથી જ એકબીજાના સારા મિત્રો છે.

  • 21 વર્ષની તાનિયા લંડન સ્કૂલ ઓફ ફેશનમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કરી રહી છે. 

  • તાનિયા અનેક ઇન્ટરનેશનલ મેગેઝિનના કવર પર જોવા મળી છે. 

  • તાનિયાના માતા-પિતા જયદેવ અને રોમિલા શ્રોફ વર્ષો પહેલાં અલગ થઈ ગયા હતા. તાનિયા જ્યારે સાત વર્ષની હતી ત્યારે જ તેના માતા-પિતાના ડિવોર્સ થઈ ગયા હતા. 

  • તાનિયાને બીચ લાઇફ બહુ ગમે છે. તાનિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બીચની અનેક તસવીરો છે. 

  • અહાન શેટ્ટીના પરિવારને પણ તાનિયા બહુ ગમે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...