ફરી છવાયો પ્રિયા પ્રકાશનો જાદૂ, Video જોઈને ચોક્કસ યાદ આવી જશે સ્કૂલના દિવસો
પ્રિયા પ્રકાશને તેના એક ગીતથી રાતોરાત ભારે લોકપ્રિયતા મળી ગઈ છે
મુંબઈ : ફિલ્મ 'ઉરુ અદાર લવ'ના ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલા ટીઝરે માત્ર 18 વર્ષની પ્રિયા પ્રકાશ વોરિયરને રાતોરાત આખા દેશમાં લોકપ્રિય બનાવી દીધી હતી. આ ટીઝરના કારણે પ્રિ્યાના રાતોરાત લાખો ચાહકો બની ગયા. આ ટીઝરમાં પ્રિ્યાના આંખના ઇશારાઓએ લાખો લોકોને પોતાના સ્કૂલ રોમેન્સની યાદ કરાવી દીધી હતી. હવે આ ફિલ્મના જ બીજા એક ગીતનું ટીઝર રિલીઝ કરવામાં આ્વ્યું છે. આ ગીતમાં પણ પ્રિયા અને રોશન અબ્દુલનો નિર્દોષ સ્કૂલ રોમેન્સ દર્શાવવામાં આવ્યો છે.
મોટી-મોટી દીકરીઓના માતા-પિતા એવા આ સ્ટાર્સ ડિવોર્સ લેવાના પ્લાનિંગમાં!
પ્રિયા અને રોશન અબ્દુલને ચમકાવતી 'ઉરુ અદાર લવ' આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ પ્રિયા પ્રકાશની પહેલી ફિલ્મ હશે.