ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે દુશ્મનીનો મામલો દિવસેને દિવસે વકરતો જાય છે. જેમાં નવા વળાંક જોવા મળી રહ્યા છે. ગેંગસ્ટરે હાલમાં જ સલમાન ખાનને ફરીથી એકવાર ધમકી આપી. આ પહેલા પણ તે અનેકવાર સલમાનને ધમકાવી ચૂક્યો છે. જેની પાછળ મૂળ 1998માં સલમાનનો કાળા હરણનો શિકારનો મામલો છે. બિશ્નોઈ સમુદાયમાં કાળા હરણને પવિત્ર માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાને ભલે આ આરોપોથી ઈન્કાર કર્યો હોય પરંતુ લોરેન્સના પિતરાઈ ભાઈએ હવે એક નવો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે સલમાન ખાને વર્ષો પહેલા આ મામલાને રફેદફે કરવા માટે બિશ્નોઈ સમુદાયને પૈસાની રજૂઆત કરી હતી. તેણે બિશ્નોઈ સમુદાયને એક બ્લેન્ક  ચેક ઓફર કર્યો હતો. હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ  ભાઈ રમેશ બિશ્નોઈએ જણાવ્યું કે જ્યારે કાળા હરણનો મામલો તૂલ પકડવા લાગ્યો હતો ત્યારે સલમાને બિશ્નોઈ સમુદાયને વળતર આપવાની વાત કરી હતી. 


આપ્યો હતો બ્લેન્ક ચેક
રમેશે જણાવ્યું કે સલમાન ખાન એક ખાલી ચેકબુક લઈને સમુદાયના નેતાઓને મળવા માટે આવ્યો હતો અને કહ્યું કે તેઓ આ મામલાને ખતમ કરવા માટે જે પણ રકમ ઈચ્છે  તે ભરી દે. રમેશે એમ પણ કહ્યું કે જો અમે પૈસા  ઈચ્છતા હોત તો અમે તેને લઈ શક્યા હોત. જો કે થોડા સમય પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાને કહ્યું હતું કે લોરેન્સ સલમાનને પૈસા માટે ટાર્ગેટ કરી રહ્યો હતો. જેના પર રમેશે કહ્યું કે આ મામલો પૈસાનો નથી, પરંતુ વિચારધારાનો છે. તેણે કહ્યું કે, અમારું લોહી તે સમયે ઉકળી રહ્યું હતું. 


શું છે મામલો
રમેશે એમ પણ કહ્યું કે લોરેન્સ પાસે ભારતમાં 110 એકર જમીન છે અને તે એટલો પૈસાવાળો છે કે તેણે કોઈની પણ પાસેથી જબરદસ્તીથી પૈસા વસૂલવાની જરૂર નથી. આ મામલો 26 વર્ષ જૂનો છે. જ્યારે સલમાન ખાન, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂર અને અનેક કલાકારો જોધપુરમાં ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ કરતા હતા. આ બધા વચ્ચે કથિત રીતે સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો. આ કેસમાં સલમાન સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, અને નીલમ કોઠારીનું પણ નામ આવ્યું હતું. પરંતુ સલમાન ખાન દોષિત ઠર્યો હતો. 


પિતા સલીમ ખાન નથી ઈચ્છા સલમાન માંગે માફી
સલમાન ખાને ઘણો સમય જોધપુર જેલમાં પણ વિતાવ્યો હતો. ત્યારબાદ તેને જામીન મળ્યા હતા. જો કે આ વાતથી બિશ્નોઈ સમુદાય ઘણો ગુસ્સામાં છે જે  કાળા હરણને પવિત્ર માને છે. તેમણે અનેકવાર સલમાન ખાનને માફી માંગવાની અપીલ પણ કરી હતી. પરંતુ સલમાન ખાનના પિતા સલીમ ખાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે માફી માંગવી શક્ય નથી. કારણ કે તેનાથી એ સાબિત થશે કે સલમાને પોતાનો ગુનો સ્વીકાર્યો છે. હાલ પોલીસ તરફથી આ મામલે સલમાન ખાનને Y+ સિક્યુરિટી અપાઈ છે.