Chandigarh Club Blast: સોમવારની મોડી રાત્રે પંજાબી રૈપર બાદશાહના ચંડીગઢમાં આવેલ રેસ્ટોરન્ટ અને અન્ય નાઈટ ક્લબની બહાર બ્લાસ્ટ થયો હતો. હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં લોરેન્સ બિશ્નોઈએ આ બ્લાસ્ટની જવાબદારી લીધી છે. તેની સાથે બાદશાહને ધમકી પણ આપી છે. લોરેન્સ બિશ્નોઈ ગુજરાતની જેલમાં બંધ છે, પરંતુ તેનું નેટવર્ક તેના બધા કાળા ધંધાને સંભાળે છે. સલમાન ખાનને પણ આ ગેંગથી જ સતત ધમકીઓ મળી રહી છે. ચાલો જાણીએ કે, બાદશાહના ક્લબની બહાર થયેલ બ્લાસ્ટમાં શું અપડેટ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંડીગઢના સેક્ટર 26માં બે નાઈટ ક્લબમાં 25 નવેમ્બર 2024ના રોજ લગભગ 3:30 વાગ્યે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. CCTV ફૂટેજમાં પણ કેદ થયેલ છે કે કોઈ શકમંદોએ દેશી બોમ્બ ક્લબની તરફ ફેંક્યા અને બ્લાસ્ટ કર્યા હતા. આ ઘટનામાં રેસ્ટોરન્ટના દરવાજાનો અને બારીઓના કાચ તૂટી ગયા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી.


લોરેન્સ ગેંગે લીધી જવાબદારી



ફેસબુકનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ 'GoldyBrar Brar'ના ફેસબુક IDથી કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, લોરેન્શ બિશ્નોઈએ જ ચંડીગઢ નાઈટ ક્લબમાં બ્લાસ્ટ કરાવ્યો છે. જો કે, હાલ સુધી આ પોસ્ટની સત્યતાની પુષ્ટિ થઈ નથી. તેમજ બાદશાહ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.


ગોલ્ડી બ્રાર નામના ફેસબુર આઈડીથી પોસ્ટ


આ પોસ્ટમાં લખ્યું છે કે, 'બધાને સત શ્રી અકાલજી. સોમવારની રાત્રે બે બ્લાસ્ટ થયા હતા. હું તેની જવાબદારી (લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોંદારા) લઉ છું. એક રેસ્ટોરન્ટનું નામ Seleville Restaurant છે જેનો માલિક રૈપર બાદશાહ છે. બીજાનું નામ De Orra ક્લબ છે જે ચંડીગઢના સેક્ટર 26માં છે. આ બન્નેને પ્રોટેક્શન મની માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ લાગે છે કે તેઓએ અમારા કોલની રીંગટોન ના સાંભળી.  એટલા માટે અમે તેમના કાન ખોલવા માટે બ્લાસ્ટ કરાવ્યો છે. તેઓ અમારા કોલને ઈગ્નોર કરી રહ્યા હતા. સમજી જાઓ. #વરીન્દ્ર ચરણ, #રણદીપ મલિક #લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ.'


પોલીસે શું જણાવ્યું
હાલ પોલીસ આ ઘટનાની તપાસમાં વ્યસ્ત છે. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, બ્લાસ્ટ બાદશાહની રેસ્ટોરન્ટમાં નહીં પરંતુ તેની બાજુની ક્લબ De. Orraમાં થયો છે. પરંતુ હવે આ પોસ્ટ બાદ સ્પષ્ટ થયું છે કે શકમંદોના નિશાના પર બન્ને ક્લબ હતા.