Tom Hanks: કહાની તે અભિનેતાની જેમને કહેવાય છે એક્ટિંગની સ્કૂલ, જાણો સુપરસ્ટાર ટોમ હેંક્સને
Happy Birthday Tom Hanks: ટોમ હેંક્સ એટલે કે તે અભિનેતા જેને દુનિયાના ઓલ ટાઈમ બેસ્ટ એક્ટરની લિસ્ટમાં ટોપ પર રાખવામાં આવ્યા છે. સતત બે વખત ઓસ્કરનો બેસ્ટ એવોર્ડ જીતનાર તેઓ ઇતિહાસના માત્ર બીજા અભિનેતા છે.
Happy Birthday Tom Hanks: જાણીતા અભિનાતા, નિર્માતા, લેખ અને નિર્દેશક ટોમ હેંક્સ હોલીવુડના સૌથી સારા અભિનેતામાંથી એક છે અને એક્ટિંગમાં તેમણે ઘણા નવા માપદંડો સ્થાપિત કર્યા છે. તેમના દ્વારા ભજવવામાં આવેલા અનેક પાત્રો આજે પણ ઉદાહરણરૂપ છે. 1994 અને 2004 ની વચ્ચે ટોમ હેંક્સ એ અભિનેતા છે જેને મેરિલ સ્ટ્રીપ અને શોન પેન જેવા દિગ્ગજ કલાકારોના શાસન દરમિયાન સૌથી વધુ સંખ્યામાં ઓસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ટોમે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવ્યો છે. તેમણે 'ધ થિંગ યુ ડુ' ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. લાઈફ ટાઈમ અચીવમેન્ટ મેળવનાર આ અભિનેતાના જન્મદિવસ પર જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો...
શરૂઆતનું જીવન
ટોમ્સ જેફ્રી હેંક્સ ઉર્ફે ટોમ હેંક્સનો જન્મ 9 જુલાઈ 1956 ના અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો. બ્રિટિશ મૂળના પિતા સામાન્ય કૂક હતા અને પોર્ટુગીઝ મૂળની માતા હોસ્પિટલમાં કામ કરતી હતી. બાળપણથી ખુબ જ શરમાળ ટોમ ફની કેપ્શન્સ આપવામાં ઉસ્તાદ હતા. થિયેટરનો તેમને શોખ હતો તેથી સ્કૂલમાંથી જ પ્લે કરવા લાગ્યા હતા. કોલેજમાં પણ થિયેટરનો અભ્યાસ કર્યો અને કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં પણ તેઓ થિયેટર કોર્સ માટે ગયા હતા. પરંતુ કોલેજ છોડી ઓહાયોમાં 'ગ્રેટ લેક્સ થિયેટર ફેસ્ટિવલ ક્લેવલેન્ડ'માં સામેલ થયા. આ દરમિયાન ક્લીવલેન્ડ બેસ્ટ ક્રિટિક્સ એવોર્ડ 1978 માં જીત્યો. 2010 માં Time magazine એ ટોમ હેંક્સને Top 10 College Dropouts ગણાવ્યા હતા.
તમારી આંખોને સુંદર અને આકર્ષિત બનાવવા માત્ર કરો આ 3 ઉપાય
ફિલ્મોની શરૂઆત
ફિલ્મ કરવાની ઇચ્છામાં ટોમ 1979 માં ન્યુયોર્ક આવી ગયા. 1980 માં તેમણે તેમની પહલી ફિલ્મ You're Alone કરી. 1981 માં Bosom Buddies નામની સીરિઝમાં મહત્વનો રોલ મળ્યો, પરંતુ 1984 માં આવેલી Splash થી તેમનું ભાગ્ય બદલાયું. 1989 માં આવેલી ફિલ્મ Nothing in Common ની સાથે તેમણે કોમેડીમાંથી બ્રેક લીધો અને ગંભીર રોલ્સ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ 1988 માં આવેલી ફિલ્મ Big ની મોટી સફળતાએ ટોમ હેંક્સને હોલીવુડના મોટા સ્ટાર બનાવ્યા.
કરિયર પાર્ટ 2
ટોમ હેંક્સ તેમના અભિનય કરિયરને બે ભાગમાં વહેંચે છે. બીજો દોર 90 ના દાયકામાં શરૂ થયો, જ્યારે હેંક્સ તે સારા કલાકાર બન્યા હતા. 1993 માં Sleepless in Seattle આવી અને પછી તે વર્ષે Philadelphia માં તેમની એક્ટિંગે ધમાલ મચાવી દીધી. ફિલાડેલ્ફિયામાં તેમણે AIDS થી પીડિત ગે વકીલનો રોલ નિભાવ્યો હતો જેને ઓસ્કાર પણ મળ્યો. આ રોલ માટે તેમણે તેમનું વજન 35 કિલો ઘટાડ્યું હતું. ત્યારબાદ 1994 માં Forrest Gump સાથે તેમની એક્ટિંગને લોખંડી પુરવાર કર્યું અને સતત બીજી વખત ઓસ્કારનો બેસ્ટ એક્ટર એવોર્ડ જીત્યો. આ કરનાર ઇતિહાસના તેઓ માત્ર બીજા એક્ટર છે.
હેંક્સ-સ્પીલબર્ગની જોડી
ટોમ હેંક્સ અને સ્ટીવન સ્પીલબર્ગની જોડી પણ ઘણી ચર્ચામાં રહી છે. બંનેએ 5 ફિલ્મ સાથે કરી જે દુનિયાભરમાં પ્રશંસા પામી. 1998 માં Saving Private Ryan જેને ઇતિહાસની શાનદાર વોર ફિલ્મમાં સામેલ કરવામાં આવે છે. 2002 માં Catch Me If You Can, 2004 માં આવેલી The Terminal, 2015 માં Bridge of Spies અને 2017 માં આવેલી The Post.
વરસાદમાં મકાઈ ખાવાથી થયા છે ફાયદા, આ ત્રણ રીતે ડાયટમાં કરો સામેલ
અન્ય શાનદાર ફિલ્મો
આ ઉપરાંત ટોમની અન્ય જાણીતી ફિલ્મો રહી છે. 1998 માં આવેલી You've Got Mail, 1995 માં આવેલી Apollo 13, 1999 માં આવેલી The Green Mile, વર્ષ 2000 માં આવેલી Cast Away પણ ઘણી પ્રશંસા પામી હતી. આ ફિલ્મમાં એક એર ક્રેશ બાદ તેઓ એકલા ઘણા વર્ષો સુધી એક આઇલેન્ડમાં રહે છે. વર્ષ 2002 માં આવેલી Road to Perdition અને ત્યારબાદ 2012 માં આવેલી Cloud Atlas ને પણ લોકોએ ઘણી પસંદ કરી છે.
હેંક્સની લવ લાઈફ
હેંક્સને તેમનો સાચો પ્રેમ રીટા વિલ્સન (Rita Wilson) તરીકે 1980 ના દાયકામાં Bosom Buddies ના સેટ પર મળ્યો હતો. જોકે, ત્યારે હેંક્સ ના લગ્ન થઈ ગયા હતા. ટોમની પહેલા લગ્ન Samantha Lewes સાથે થયા હતા જે માત્ર 9 વર્ષ ચાલ્યા હતા અને 1987 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ એપ્રિલ 1988 માં ટોમ હેંક્સે રીટા વિલ્સન સાથે લગ્ન કર્યા જે હજી પણ અસ્તિત્વમાં છે.
અપહરણ, રેપ અને બદલાની કહાનીમાં વિદ્યુત જામવાલે જમાવ્યો રંગ, ફેન્સને આવશે મજા
ટોમ હેંક્સને સન્માન
ટોમ હેંક્સ ઇતિહાસના માત્ર બીજા એક્ટર છે જેમને સતત બે વર્ષ સુધી ઓસ્કારનો બેસ્ટ એક્ટર એવોર્ડ મળ્યો છે. 1993 માં ફિલાડેલ્ફિયા માટે અને 1994 માં ફોરેસ્ટ ગંપ માટે. તેઓ કુલ 6 વખત ઓસ્કારની બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેટ થયા હતા. 7 પ્રાઈમટાઈમ એમી એવોર્ડ પણ જીતી ચુક્યા છે. બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ્સ અને ગોલ્ડન ગ્લોબે પણ તેમને ખાસ સન્માન આપ્યું છે. વર્ષ 2016 માં તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube