નવી દિલ્હી: હિંદી સિનેમાની જાણિતી મુખ્ય ડાન્સર્સમાંથી એક રહેલી શીલા વાજનું નિધન થઇ ગયું છે. તેમણે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે બોલીવુડ્ની ઓછામાં ઓછી 40 ફિલ્મોમાં કામ કર્યું હતું. મોટાભાગની ફિલ્મોમાં તે એક ડાન્સરના રૂપમાં જ જોવા મળી હતી. તેમણે હિંદી સિનેમાને ઘણા સારા ગીત આપ્યા છે, જેને સાંભળીને આજે પણ લોકો ઝૂમવા માટે મજબૂર થઇ જાય છે. તો બીજી તરફ તેમણે ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

90 વર્ષમાં થયું નિધન
અભિનેત્રી શીલા વાઝનું મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તે 90 વર્ષની હતી. તમને જણાવી દઇએ કે તેમનો જન્મ કોંકણી પરિવારમાં 18 ઓક્ટોબર 1934 ના રોજ મુંબઇમાં થયો હતો. તેમને બાળપણથી જ સારા ડાન્સર બનવાનો શોખ હતો. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube