નવી દિલ્હી: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના અત્યંત પોશ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે વરલીના પ્રભાદેવીમાં એક 33 માળની ઈમારતના 32માં માળે ભયંકર આગ લાગી છે. ઘટનાસ્થળે ફાયરની 8 ગાડીઓ પહોંચી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે ઉપરના માળ સુધી પહોંચી ગઈ છે. હજુ સુધી જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઈમારતના 26માં માળે દીપિકા પાદૂકોણનો ફ્લેટ છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઈમારત વરલીના વીર સાવરકર માર્ગ પર આવેલી છે. આગ લાગવાનું કારણ તો હજુ જાણવા મળ્યું નથી. બિલ્ડિંગનું નામ Beaumonde કહેવાય છે. એમ પણ કહેવાય છે કે આ બિલ્ડિંગમાં અભિનેત્રી દીપિકા પાદૂકોણનું પણ ઘર છે. દીપિકા આ બિલ્ડિંગના 26માં ફ્લોર પર રહે છે.


2010માં 16 કરોડમાં ખરીદ્યો હતો ફ્લેટ
દીપિકાએ આ ફ્લેટ વર્ષ 2010માં 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વીનિતા ચેતન્યૈ તેના ઘરની સજાવટ કરી હતી. આ એપાર્ટમેન્ટ સિદ્ધિવિનાયક મંદિર પાસે જ છે. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને 90-95 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં છે. ઘટનાસ્થળે ફાયર ઉપરાંત એમ્બ્યુલન્સ પણ પહોંચી છે.



થોડા દિવસ પહેલા જ સિંધિયા હાઉસમાં લાગી હતી આગ
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ મુંબઈના સિંધિયા હાઉસમાં ભીષણ આગ લાગી હતી. સિંધિયા હાઉસના ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી. બિલ્ડિંગમાં જ આવકવેરા વિભાગની ઓફિસ છે. આગ લાગ્યા બાદ આ બિલ્ડિંગમાં લગભગ 4થી 5 લોકો ફસાયા હતાં. જેમને જો કે બચાવી લેવાયા હતાં.