નવી દિલ્હી : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અંદાજ એવો છે કે આજના યુવાનો પણ એની નકલ કરે છે. આજે અમિતાભ પાસે ઢગલાબંધ ડિઝાઇનર કપડાં અને એસેસરી છે પણ શું તમને ખબર છે ક્યારેય અમિતાભ પોતાના નવા જુતા ઓશિકા નીચે છુપાવીને સુતા હતા. પોતાના જીવનનો આ કિસ્સો અમિતાભે પોતે શેયર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના રિયાલિટી શોમાં એક સ્પર્ધક સાથે વાતચીત કરતી વખતે પોતાના બાળપણના સંઘર્ષ વિશે જણાવતા અમિતાભે કહ્યું છે કે ''અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે ક્રિકેટ ટીમ બનાવતા હતા. આ મેમ્બરશિપ માટે 2 રૂપિયાની જરૂર પડતી હતી. એ સમયે અમારી પાસે 2 રૂપિયા પણ નહોતા. એ સમયે જ્યારે અમે નવા જુતા ખરીદતા હતા ત્યારે અમારા માટે એ એટલા ખાસ હતા કે અમે એને તકિયા નીચે રાખીને સુતા હતા.''


અમિતાભ બચ્ચને હાલમાં પોતાના રિયાલિટી શોમાં આવેલા મહેમાનોની સામે આ વાત કહી કે અભિષેક બચ્ચનને તેમની બધી સંપત્તિ મળશે નહીં. બિગ બીએ કહ્યું કે, તેમના અવસાન સંપત્તિને વહેંચણી કરવામાં આવશે. તેઓ બોલ્યા હતા કે જ્યારે અમે નહીં હોઈએ ત્યારે તો જે કંઇ પણ થોડું અમારી પાસે છે તે અમારા સંતાનોનું છે. અમારે એક પુત્ર અને એક પુત્રી છે. બંન્ને વચ્ચે બરાબર ભાગ પડશે. 


અમિતાભના સમાચાર જાણવા માટે કરો ક્લિક...