Salman Khan: વર્તમાન સમયમાં બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર તરીકે જો કોઈનું નામ લેવાય છે તો એ છે ભાઈજાન. એટલેકે, બોલીવુડની આન-બાન અને શાન સલમાન ખાનનું. ફિલ્મમાં કોઈ સ્ટોરી ન હોય, કોઈ એક્ટિંગ ન હોય કોઈ ભલેવાર ન હોય તો પણ જો ફિલ્મ સુપર હિટ કરાવવી હોય તો ફિલ્મમાં સલમાન ખાન હોવો જોઈએ. ત્યારે જાણીએ સલમાન ખાન વિષે કેટલીક અજાણી વાતો. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ સલમાન ખાનની લાઈફસ્ટાઈલ અંગે ઘણા ખુલાસા કર્યા છે. છાબરાનો દાવો છે કે સલમાન એકદમ સરળ છે. તે સાદાઈથી રહેવાનું પસંદ કરે છે અને બધું ખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ખરેખર 1BHKના ફ્લેટમાં રહે છે સલમાન ખાન? કેવી છે સલમાનની લાઈફ સ્ટાઈલ?
એક પોડકાસ્ટમાં મુકેશ છાબરાએ કહ્યું હતું કે, સલમાન એવી વ્યક્તિ છે, જે હંમેશા દરેક માટે ઉપલબ્ધ હોય છે. જો કે, ઘણા લોકોને તેમના વિશે ગેરસમજ પણ છે. સલમાન ખાન પ્રમાણિક છે અને આ જ પ્રમાણિકતાને કારણે ગેરસમજ ઉભી થાય છે. તે જ્યારે પોતાની વાત રજૂ કરે છે, ત્યારે લોકો તેને અલગ રીતે લઈ લે છે.  છાબરાનું કહેવું છે કે તેઓ સલમાન સાથે 15 વર્ષથી છે અને તે બિલકુલ બદલાયા નથી.


'એકદમ સિમ્પલ લાઈફ જીવે છે સલમાન'
મુકેશ છાબરા સલમાનની સાદગીપૂર્ણ જીવનશૈલીથી ઘણા આશ્ચર્યચકિત થયા છે. બહુ ઓછા લોકો જાણે છે કે સલમાન જે ફ્લેટમાં રહે છે તે 1BHKનો એપાર્ટમેન્ટ છે. આ ફ્લેટમાં સોફા, ડાઇનિંગ ટેબલ અને થોડી જગ્યા છે, જ્યાં બેસીને તે લોકો સાથે વાત કરે છે. ફ્લેટમાં એક નાનું જિમ પણ છે. સલમાનને ફેન્સી વસ્તુઓ પસંદ નથી અને ન તો તે મોંઘી વસ્તુઓ ખરીદે છે. તેને બધું જ ખાવાનું ગમે છે. મુકેશ છાબરાનું માનીએ તો તમે સલમાનને અડધી રાત્રે ફોન ફોન કરશો તો પણ તે જવાબ આપશે. સલમાનને ભગવાનનો માણસ ગણાવતા છાબરા કહે છે કે, દરેકને આટલો પ્રેમ નથી મળતો. કેટલાક લોકોને ભગવાન પોતાના માટે પસંદ કરે છે અને સલમાન તેમાંથી એક છે. 


સલમાનની આગામી ફિલ્મો-
એપ્રિલમાં સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થવાની છે. જેમાં પૂજા હેગડે લીડ રોલમાં છે. દિવાળીના સમયે સલમાન ફિલ્મ ટાઇગર 3માં નજરે પડશે, જેમાં અભિનેત્રી તરીકે કેટરિના કૈફ છે. અહીં એ પણ જાણી લેવું જોઈએ કે સલમાન એક ફિલ્મમાં કામ કરવા માટે 100થી 125 કરોડ રૂપિયા જેટલી ફી વસૂલે છે.