નવી દિલ્હી : ગાયિકા અને એક્ટ્રેસ સોફી ચૌધરી આજે પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેનો જન્મ 8 ફેબ્રુઆરી, 1982ના દિવસે થયો હતો. તે શાદી નંબર 1, શૂટઆઉટ એટ વડાલા અને વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા જેવી બોલિવૂડની મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. જોકે આટલી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તેને ખાસ સફળતા નથી મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોફીને તેના સુરીલા અવાજને કારણે સફળતા મળી છે. આજે સોફીનો જન્મદિવસ છે ત્યારે સોફીના જીવનની એક રસપ્રદ ઘટનાને જાણીએ જે તેણે પોતે જ ગયા વર્ષે એક રિયાલિટી શોમાં જણાવી હતી. આ ઘટનામાં સલમાન ખાનનો ઉલ્લેખ હતો અને સલમાને પણ આ ઘટનાને વિગતવાર રીતે જણાવી હતી.


VIDEO : શાહરૂખના ચાહક છે આ નાઇજિરીયન છોકરાઓ, છક કરી નાખે એવી હરકત


સલમાન ખાને જણાવ્યું હતું કે તે સોફી સાથે એક સીન શૂટ કરી રહ્યો હતો જેમાં સોફીએ બાઇક ચલાવવાની હતી. તેણે બાઇક ચલાવતા પહેલાં પોતાના ડ્રેસને સાઇડમાં ફેલાવી દીધો. સોફીએ પછી જ્યારે બાઇક ચલાવી તો એનો ડ્રેસ હવામાં ઉડી ગયો. આમ, સોફીને સલમાન સાથેની બાઇક રાઇડમાં બહુ વિચિત્ર અનુભવ થયો હતો અને આ અનુભવનો તેને આજે પણ અફસોસ છે. 


બોલિવૂડના સમાાચાર જાણવા માટે કરો ક્લિક...