February OTT Release: આર્યા 3, ભક્ષક સહિતની આ ફિલ્મો અને વેબ સીરીઝ ફેબ્રુઆરી મહિનામાં ઓટીટી પર થશે રિલીઝ
February OTT Release: ઓટીટી પર ફેબ્રુઆરી મહિનામાં ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો ધમાલ મચાવવા આવી રહી છે. આ મહિનામાં તમને ઘર બેઠા સસ્પેન્સ, થ્રીલર, રોમાન્સ અને એક્શનનો ડોઝ મળશે.
February OTT Release:ઓટીટી પર ફેબ્રુઆરી મહિનામાં ઘણી વેબ સિરીઝ અને ફિલ્મો ધમાલ મચાવવા આવી રહી છે. આ મહિનામાં તમને ઘર બેઠા સસ્પેન્સ, થ્રીલર, રોમાન્સ અને એક્શનનો ડોઝ મળશે. સાથે જ ફેબ્રુઆરી મહિનો ઘણી એડવેન્ચર્સ ફિલ્મોથી પણ ભરપૂર રહેવાનો છે. સૌથી ખાસ વાત એ છે કે આ બધી જ ફિલ્મો અને વેબ સિરીઝ ઓટીટી પર રિલીઝ થશે એટલે તમે ઘર બેઠા મનોરંજન માણી શકશો. તો ચાલો તમને જણાવી દઈએ કે કઈ કઈ ફિલ્મો અને વેબ સિરીઝ ફેબ્રુઆરી મહિનામાં ઓટીટી પર રિલીઝ થવાની છે.
આ પણ વાંચો: સુંદરતા અને થ્રિલરથી ભરપુર હશે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડી, જુઓ ફર્સ્ટ લુક
આર્યા 3
સુસ્મિતા સેનની સુપરહિટ વેબ સીરીઝ આર્યાની ત્રીજી સીઝન 9 ફેબ્રુઆરીથી ઓનલાઇન સ્ટ્રીમ થશે. આર્યા 3 વેબસિરીઝ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર જોવા મળશે.
લંતરાની
જીતેન્દ્રકુમાર વધુ એક ફિલ્મ લંતરાની લઈને આવી રહ્યા છે. જેમાં તે જોની લીવર સાથે સ્ક્રીન શેર કરશે. લંતરાની શબ્દનો અર્થ થાય છે મોટી મોટી ફેકનાર. આ ફિલ્મ ઝી 5 પર 9 ફેબ્રુઆરી રિલીઝ થશે.
ખીચડી 2
જો તમને કોમેડી ફિલ્મો જોવાનો શોખ છે તો ઝી5 પર 9 ફેબ્રુઆરીએ ખીચડી 2 ફિલ્મ જોવા માટે તૈયાર થઈ જાવ. આ ફિલ્મ તમને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે.
આ પણ વાંચો: ઘરેઘરમાં ગુંજશે "મંગલ ભવન અમંગલ હારી...." ધૂન, રામાયણ સિરીયલ ફરીથી થશે ટેલીકાસ્ટ
ભક્ષક
ભૂમિ પેડનેકરની ફિલ્મ ભક્ષક ઓનલાઈન પ્લેટફોર્મ નેટફિક્સ પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર ઉપરાંત આદિત્ય શ્રીવાસ્તવ અને સંજય મિશ્રા મુખ્ય ભૂમિકામાં હશે.
ઈન્દ્રાણી મુખર્જી ધ સ્ટોરી બિહાઇન્ડ ટ્રુથ
આઈએનએક્સ મીડિયાની પૂર્વ સીઈઓ ઈન્દ્રાણી મુખર્જીનો કેસ સૌ કોઈને યાદ હશે. આ ઘટના પર એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે જે 23 ફેબ્રુઆરીએ નેટફિક્સ પર રિલીઝ થશે.
આ પણ વાંચો: ફેબ્રુઆરી મહિનો હશે એન્ટરટેઈનમેન્ટથી ભરપુર, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે આ 6 ફિલ્મો