સુશાંત સિંહ રાજપૂતને આપવામાં આવી અંતિમ વિદાઈ, વિલે પાર્લેમાં થયા અંતિમ સંસ્કાર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુશાંત સિંહનો પાર્થિવ દેહ પવનહંસ સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે રવિવારના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોટમાં આત્મહત્યા કરી હોવાની પુષ્ટી કરવામાં આવી છે. ડોક્ટરોએ તેમના વાઈટલ ઓર્ગન્સને વધુ તમાસ માટે જેજે હોસ્પિટલ મોકલ્યા છે. જ્યાં શરીરમાં કોઈ પ્રકારનું ડ્રગ્સ અથા ઝેરની હાજરીની તપાસ કરવામાં આવશે. સુશાંત સિંહનો પાર્થિવ દેહ પવનહંસ સ્મશાન ઘાટ લાવવામાં આવ્યો અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
મુંબઇમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
પવન હંસ સ્મસાન ઘાટ પર અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. થોડીવારમાં સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મુંબઇમાં હાલ વરસાદ થઈ રહી છે. સુશાંતના મોટી સંખ્યામાં ચાહકો તેના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા છે.
આ પણ વાંચો:- Sushant Singh ના અંતિમ સંસ્કાર પહેલા ખાસ કરવામાં આવશે આ પૂજા
સુશાંત સિંહ રાજપૂતનો પાર્થિવ દેહ પવનહંસ સ્મશાન ઘાટ પહોંચી ગયો છે. થોડીવારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સુશાંતસિંહનો પરિવાર પંડિતની સાથે સુશાંતના ઘરે બાંદ્રા પોંહચી ગયો છે. સુશાંતના પિતા આ સમયે સુશાંતના ઘરે હાજર છે. કૂપર હોસ્પિટલમાં સુશાંતના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે. થોડીવારમાં પરિવાર હોસ્પિટલથી પાર્થિવ દેહને લઇને રવાના થશે. પવન હંસ સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આશે.
આ પણ વાંચો:- આપઘાતના થોડા દિવસ પહેલા સુશાંતે પોતાના પિતા સાથે શું વાત કરી? થયો ખુલાસો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર અગાઉ એક ખાસ પૂજા કરવામાં આવશે. જેને પંચક પૂજા કહે છે. ગરૂડ પુરાણ મુજબ જો કોઈનું મૃત્યુ પંચકમાં થાય તો તો તેની સાથે આ આફતા તેના પરિવારના પાંચ લોકો ઉપર પણ આવે છે. સુશાંતના પરિવારના નજીકના જ્યોતિષીએ પરિવારને જણાવ્યું કે સુશાંત સિંહનું મૃત્યુ પંચક વિચરમાં થયું છે. અષાઢ મહિનાના પંચકની શરૂઆત 11 જૂનથી થઈ છે. જે 16 જૂન સુધી રહેશે. પંચક પાંચ પ્રકારના હોય છે જેમાં રોગ પંચક, રાજ પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક, અને ચોર પંચક સામેલ છે.
આ પણ વાંચો:- સુશાંતના મોત પર બહેનનો ખુલાસો, આર્થિક પરેશાની નથી, ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર
સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસે સુશાંતના બેંક અકાઉન્ટ્સની પણ તપાસ કરી છે. પરંતુ કશું એવું મળ્યું નથી. જેનાથી શક ઉપજે. પોસ્ટરમોર્ટમ રિપોર્ટમાં પણ એવું કશું મળ્યું નથી કે જેનાથી જાણકારી મળે કે તેઓ કોઈ એવી દવાનું સેવન કરતા હતાં. પોલીસની તપાસ હવે રિલેશનશીપ અને તેમના પરિવાર પર ટકેલી છે.
આ પણ વાંચો:- સુશાંતના મિત્રો રિયા, મહેશની પૂછપરછ કરશે પોલીસ, અભિનેતાએ બંન્નેને કર્યો હતો છેલ્લો કોલ
એવું પણ સામે આવ્યું છે કે સુશાંતે હાલમાં જ પિતા સાથે વાત કરી હતી જેમાં તેમણે નવેમ્બરમાં લગ્નની વાત કરી હતી. સુશાંતના નીકટના મિત્રોએ પોલીસને જણાવ્યું કે જે યુવતી સાથે તેઓ લગ્ન કરવાના હતાં તેની સાથે રિલેશનશીપને લઈને કશું ઠીક ચાલતું નહતું.
આ પણ વાંચો:- સુશાંતના આપઘાત પાછળ કોઈ ષડયંત્ર છે? પિતરાઇ ભાઇ નીરજ બબલૂએ આપ્યુ આ નિવેદન
સૂત્રોના જણાવ્યાં મુજબ સુશાંતના ઘરમાં અકસ્માત સમયે તેમના ઉપરાંત અન્ય 4 લોકો હાજર હતાં. જેમાંથી બે તેમના રસોઈયા, એક હાઉસકિપિંગ સામેલ છે. સુશાંતે અડધી રાતે પોતાના એક મિત્રને ફોન કર્યો હતો પરંતુ તે મિત્ર સાથે વાત થઈ શકી નહતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube