મુંબઇ: લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઇ ચૂકી છે. દરેક તરફ મતદાનની ચર્ચાઓ છે અને સામાન્ય લોકોથી માંડીને બોલીવુડ સુધી દરેક જગ્યાએ ચૂંટણીની વાતો થઇ રહી છે. આ ચૂંટણી માહોલમાં રિલીઝ થઇ રહેલી ફિલ્મોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ગત અઠવાડિયે રિલીઝ થયેલી ફિલ્મોનો બિઝનેસ ખૂબ ઓછો રહ્યો છે. આ અઠવાડિયે રિલીઝ થઇ રહેલી મેગા બજેટ ફિલ્મ 'કલંક'ને પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરિષ્ઠ પત્રકાર કુમાર મોહનનું માનવું છે કે ફિલ્મોનો બિઝનેસ 70% ઘટી ચૂક્યો છે. એક તરફ ચૂંટણી અને બીજી તરફ આઇપીએલે ફિલ્મ બિઝનેસની હાલત ખરાબ કરી દીધી છે. લોકો સિનેમાઘરોની તરફ જઇ રહ્યા નથી. ચૂંટણી માહોલના લીધે ફિલ્મો પહેલાં જ વીકએન્ડમાં 30%થી વધુનો બિઝનેસ કરી શકી નહી. જોકે ફિલ્મ 'કલંક'ની એડવાન્સ બુકિંગ એક અઠવાડિયા પહેલાં શરૂ થઇ ગઇ છે તો આ અંદાજો લગાવી શકાય કે પહેલાં અઠવાડિયામાં 'કલંક' ફેંસને પોતાની તરફ આકર્ષિક કરી લે નહીતર ચૂંટણી માહોલની અસર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પર જરૂર જોવા મળશે. 


વરિષ્ઠ પત્રકાર અને ફિલ્મ ક્રિટિક ઇંદર મોહન પન્નૂનું માનવું છે કે લોકો સિનેમાઘરોની તરફ ત્યારે જાય છે જ્યારે તેમને એન્ટરટેનમેંટની જરૂર હોય છે. આ ચૂંટણી માહોલ લોકો ઘરેબેઠા એન્ટરટેન થઇ રહ્યા છે. રાજકીય પાર્ટીઓની નિવેદનબાજી, એનિમેશન, હંસી મજાક અને વ્યંગ દર્શકોની એંટરટેનમેંટના ખોરાકને શાંત કરે છે. આ કારણે જ સિનેમાઘરોની તરફ જતા નથી, જેની અસર ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શન સ્પષ્ટ જોવા મળે છે. 


ફિલ્મ 'કલંક' મેગા બજેટ, મલ્ટીસ્ટારર ફિલ્મ છે. સ્પષ્ટ છે કે આ એક્ટર્સના ફેન્સ ફિલ્મ જોવા જરૂર જશે. પરંતુ સંખ્યા ચૂંટણી માહોલના લીધે ઓછી હશે. જોકે ફિલ્મને ઘણી હજારો સ્ક્રીન્સ પર એકસાથે રિલીઝ કરવામાં આવી રહી છે. અંદાજો છે કે પહેલાં અઠવાડિયામાં ફિલ્મ એક મોટા આંકડાને પાર કરશે. જેમ કે તમે બધા જાણો છો કે બોક્સ ઓફિસ કલેક્શન કોઇપણ ફિલ્મની સફળતા અને અસફળતાનું માપદંડ હોય છે એવામાં જોવાનું એ હશે કે ચૂંટણી મહોલમાં ફિલ્મ ફેન્સને આકર્ષિત કરી રેકોર્ડ તોડે છે.