મુંબઇ: આનંદ કુમાર હાલમાં ભારતીય સમુદાય માટે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં લંડન ગયા હતા, જ્યાં તેમણે લંડનમાં વસતા બધા ભારતીયો સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત પણ કરી. આનંદ કુમારે તાજેતરમાં જ કેટલાક ફોટા શેર કર્યા છે જેને જોઇને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે વિદેશમાં વસતા દર્શકો વચ્ચે ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહ છે. ફક્ત ભારતીયો જ નહી પરંતુ સ્થાનિક લોકો પણ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગણિતજ્ઞ આનંદ કુમારે પોતાના સોશિયલ મીડિયા પર પોતાની લંડન યાત્રાના ફોટા શેર કરતાં લખ્યું કે ''લંડન પણ ફિલ્મ ''સુપર 30''મી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. @iHrithik @nandishsandhu  @Shibasishsarkar #SajidNadiadwala @NGEMovies @super30film @Pranavsuper30 @RelianceEnt".



આ વર્ષે આનંદ કુમારે સુપર 30 30થી 18 વિદ્યાર્થીઓએ આઇઆઇટીની પરીક્ષા પાસ કરી છે અને આ સાથે જ આનંદ કુમારે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી છે. તાજેતરમાં જ બિહારના કોચિંગ સેન્ટરના પૂર્વ વિદ્યાર્થી સોશિયલ મીડિયા પર સુપર 30માં તેમના વાસ્તવિક જીવન શિક્ષક આનંદ કુમારની ભૂમિકા ભજવી રહેલા ઋત્વિક રોશનની પ્રશંસા કરતાં જોવા મળ્યા હતા. સુપરસ્ટારને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને દરેક જણ કોઇ મોટા પડદા પર અભિનેતાના જાદૂઇ અભિનયને જોવા માટે ઉત્સુક છે. 


ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ સુપર 30માં ગણિતજ્ઞના પાત્રમાં જોવા મળશે, જે 30 વિદ્યાર્થીઓને આઇઆઇટી-જેઇઇની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરે છે. ફિલ્મના ટ્રેલરમાં ઋત્વિક રોશનની સાથે મૃણાલ ઠાકુર પણ જોવા મળશે, જેને 'વર્ષનું સર્વશ્રેષ્ઠ ટ્રેલર' કહેવામાં આવી રહ્યું છે. 


એચઆરએક્સ ફિલ્મ્સની સાથે મળીને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત કરે છે સુપર 30, જે સાજિદ નડિયાદવાલા, નડિયાદવાલા ગ્રાંડસન એન્ટરટેનમેન્ટ, ફેન્ટમ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત છે. રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને પીવીઆર પિક્ચર્સની આ ફિલ્મ 12 જુલાઇ 2019ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.