નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સલમાન ખાન વિશે એક મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. લગભગ 16 વર્ષ પછી સલમાન ખાન અને સતીશ કૌશિકની જોડી સાથે તેરે નામની સિક્વલ બનાવી રહી છે. મુંબઈ મિરરના સમાચાર પ્રમાણે આ ફિલ્મ એક રિયલ લાઇફ સ્ટોરી હશે. સતીશ કૌશિકે આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે આ ફિલ્મ ઉત્તર ભારતના લાલ બિહારી નામના એક ખેડૂતની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત હશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીનો પણ ખાસ રોલ હશે. આ ફિલ્મને સલમાનની હોમ પ્રોડક્શન કંપની સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે. તેરે નામ ફિલ્મમાં ભૂમિકા ચાવલાએ પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં ભૂમિકા સાઉથની ફિલ્મોમાં કામ કરી રહી છે. તાજેતરમાં ભૂમિકા પોતાના દીકરા સાથે મુંબઈમાં જોવા મળી હતી અને તેનો લુક સાવ બદલાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"225306","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સલમાન ખાન સાથે વર્ષ 2003માં ફિલ્મ તેરે નામમાં અભિનેત્રી રહી ચુકેલી ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ એક પંજાબી પરિવારમાં થયો હતો, તેમના પિતા આર્મીમાં કર્નલ હતા અને તેમની માતા શિક્ષિકા હતા. તેમનો શાળાનો અભ્યાસ ન્યુ દિલ્હીમાં થયો હતો. તેમનું સાચું નામ રચના ચાવલા હતું, પરંતુ ફિલ્મોમાં આવતા પહેલા તેમને પોતાનું નામ બદલીને ભૂમિકા કરી દીધું હતું.


સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવ્યા પછી, ભૂમિકાએ બોલિવૂડમાં ફિલ્મ તેરે નામથી ડેબ્યુ કર્યું, જે એ વર્ષની હિટ ફિલ્મ સાબિત થઇ. આ ફિલ્મ માટે તેને કેટલાક એવોર્ડ્સ પણ જીત્યા હતા. આ પછી તેને ઘણી બોલિવૂડ ફિલ્મો કરી પણ તેમને સફળતા ન મળી. વર્ષ 2008માં તેમને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પણ શરુ કર્યું. તેમના અંગત જીવનની વાત કરીએ તો ભૂમિકા તેમના યોગા ટીચર ભારત ઠાકુરને ડેટ કરી રહયા હતા અને 4 વર્ષ ડેટિંગ કર્યા બાદ તેમને વર્ષ 2007માં ખૂબ જ સાદગીપૂર્વક લગ્ન કરી લીધા. વર્ષ 2014માં તેમને એક દીકરાને જન્મ આપ્યો. લગ્ન પછી તેમને થોડા વર્ષો માટે બોલિવૂડથી બ્રેક લીધો.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...