શ્રદ્ધા કપૂરની દરેક રિયલ લવસ્ટોરીની નીકળી જાય છે હવા..જ્યારે વિલન બને છે `આ` વાત
શ્રદ્ધાના પ્રેમી તરીકે પહેલાં ફિલ્મમેકર ફરહાન અખ્તરનું નામ ચર્ચામાં હતું. ફરહાન અખ્તર અને પત્ની અધુના 2016માં અલગ થઇ ગયા હતા. 2017માં બંનેએ ઓફિશિયલી તલાક લીધા હતા. ડિવોર્સ પછી ફરહાન અખ્તરનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું
મુંબઈ : બોલિવૂડની ક્યુટ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની લવલાઇફથી અપસેટ છે. હકીકતમાં શ્રદ્ધાને જે છોકરો પસંદ પડે છે એ તેના પરિવારને પસંદ નથી પડતો. શ્રદ્ધાનો પરિવાર કોઈને કોઈ કારણ આગળ ધરીને તેના પ્રેમીને રિજેક્ટ કરી દે છે. આ કારણે શ્રદ્ધાની લવલાઇફ આગળ નથી વધી શકતી. આ સંજોગોમાં શ્રદ્ધા હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન ફિલ્મો પર લગાવી રહી છે.
શ્રદ્ધા કપૂરની વાત કરીએ તો તે પોતાના બોયફ્રેન્ડ અને સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરવા માટે તૈયાર છે એવી ચર્ચા હતી. આ બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે અને એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કરવામાં આવ્યું. મળતી શ્રદ્ધા કપૂરના માતા-પિતાના તેમની મિત્રતા સામે વાંધો નહોતો પણ તેઓ લગ્ન માટે પરવાનગી નથી આપી રહ્યા.
Exclusive : ‘છપાક’ હશે દીપિકાની છેલ્લી ફિલ્મ? ચર્ચામાં છે મોટું કારણ
શ્રદ્ધાના પ્રેમી તરીકે પહેલાં ફિલ્મમેકર ફરહાન અખ્તરનું નામ ચર્ચામાં હતું. ફરહાન અખ્તર અને પત્ની અધુના 2016માં અલગ થઇ ગયા હતા. 2017માં બંનેએ ઓફિશિયલી તલાક લીધા હતા. ડિવોર્સ પછી ફરહાન અખ્તરનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું પણ પિતા શક્તિ કપૂરની નામરજીના કારણે તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. હવે એકવાર ફરી ફરહાન અખ્તરનું નામ નવી હીરોઇન સાથે જોડાયું છે. હવે ફરહાનનું નામ સિંગર-એક્ટર શિબાની દાંડેકર સાથે જોડાયું છે.