મુંબઈ : દિશા પટણીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે પણ હાલમાં તેની એક એવી તસવીર સામે આવી છે જેના કારણે તે સતત ટ્રોલ થઈ રહી છે. હાલમાં દિશા એક લંચ ડેટ પર ગઈ હતી અને એની તસવીર ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. દિશા સામાન્ય રીતે ટાઇગર શ્રોફ સાથે જોવા મળે છે પણ આ સિક્રેટ લંચ ડેટ પર તે નેતા ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરે સાથે જોવા મળી હતી. લોકોએ તેની આ હરકત બદલ તેને ટ્રોલ કરી હતી.  ટાઇગરના ચાહકોએ તેને આ હરકત સોશિયલ મીડિયામાં ઝાટકી નાખી હતી.


આમિર ખાનની દીકરીએ ખુલ્લંખુલ્લા કરી પ્રેમપ્રકરણની જાહેરાત, પ્રેમીનું નામ છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાફિંગ કલર્સ નામની વેબ સાઈટના રિપોર્ટનું માનીએ તો ટાઈગર શ્રોફ અગાઉ દિશા પટણી કસોટી જિંદગી કીના સ્ટાર પાર્થ સમથાનને એક વર્ષ ડેટ કરી ચૂકી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 'પાર્થ જ્યારે દિશા સાથે રિલેશનમાં હતો ત્યારે તે બિગ બોસ ફેમ વિકાસ ગુપ્તા સાથે પણ સંબંધ ધરાવતો હતો. જ્યારે આ વાતની જાણ દિશાને થઈ કે પાર્થ તેને ચીટ કરી રહ્યો છે તો તેણે તરત જ પાર્થ સાથેનો સંબંધ ખતમ કરી નાખ્યો. દિશા પટણી એ વાત સ્વીકાર ન શકી કે પાર્થ બાયસેક્સ્યુઅલ છે અને તે આ વસ્તુ તેનાથી છૂપાવી રહ્યો હતો.'


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...