તૈયાર છે દુલ્હા-દુલ્હન! તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન? શોધી રહ્યા છે ઘર
Tamannaah Bhatia Vijay Verma Wedding Soon: તમન્ના ભાટિયા અને વિજય વર્માને લઈ મોટા સમાચાર આવ્યા છે, જેને વાંચીને ફેન્સ આનંદથી ઉછળી પડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કપલ આવતા વર્ષે લગ્ન કરી શકે છે. બન્નેએ સ્થાયી થવા માટે ઘર પણ શોધવાનું શરૂ કરી દીધું છે.
Tamannaah Bhatia Vijay Verma Wedding Soon: 'લસ્ટ સ્ટોરીઝ 2'થી તમન્ના ભાટિયા અને વિજય વર્મા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બન્નેએ પોતાના રિલેશનશિપની પુષ્ટિ પણ કરી દીધી છે. જ્યારે તેઓ કોઈ એવોર્ડ ફંક્શન અથવા ફિલ્મ સ્ક્રીનિંગમાં સાથે હોય છે ત્યારે પણ તેઓ એકબીજાનો હાથ પકડીને જોવા મળે છે. આ દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે આ બન્ને સ્ટાર્સ આવતા વર્ષે એટલે કે વર્ષ 2025માં લગ્ન કરી શકે છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ ઘણા અહેવાલોમાં આવો દાવો કરવામાં આવી રહ્યો છે.
શરૂ કરી દીધી છે લગ્નની તૈયારીઓ!
પિંકવિલાના રિપોર્ટ અનુસાર વિજય વર્મા અને તમન્નાએ આવતા વર્ષે લગ્ન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમજ 123 તેલુગુના રિપોર્ટનું માનીએ તો તે બન્ને વર્ષ 2025માં સાત ફેરા લેશે.
2025માં આ 3 રાશિઓમાં શરૂ થશે શનિની સાડાસાતી, આ રાશિના લોકોને મળશે છૂટકારો
જીવમાં જીવ આવ્યો... મહાયુતિની ભવ્ય જીત પર અદાણી કેમ ખુશ? થશે મોટું ટેન્શન દૂર..!
2022થી કરી રહ્યા છે ડેટ
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બન્ને સ્ટાર્સે ડિસેમ્બર 2022થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ઘણા સમાચારો પછી એક ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ તેના અને વિજયના સંબંધોની પુષ્ટિ કરી અને અભિનેતાને વર્ષ 2023માં પોતાની 'હૈપ્પી પ્લેસ' ગણાવી હતી. જો કે, જ્યારે વિજયને તેના રિલેશનશિપ વિશે લોકોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે તે ખૂબ જ હેરાન થઈ ગયો હતો. વિજયે કહ્યું કે, લોકો તેના પર્સનલ લાઈફમાં આટલી દિલચસ્પી લઈ રહ્યા છે તેનાથી ખૂબ જ હેરાન છું.
અમારો સંબંધ મજબૂત છે
સંબંધો વિશે વાત કરતા વિજય વર્માએ Mashable India સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, 'અમારો સંબંધ એટલો મજબૂત અને ખૂબસુંદર છે કે હવે અમે લોકો ફન કરીએ છીએ.' વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો 'સ્ત્રી 2'માં તમન્ના ભાટિયાનું ગીત 'આજ કી રાત' ખૂબ જ હિટ થયું છે. જ્યારે વિજય છેલ્લે 'IC 814: ધ કંધાર હાઈજેક'માં જોવા મળ્યો હતો.