Tamannah Bhatia Sex Scenes in Lust Stories 2: જ્યારથી લસ્ટ સ્ટોરીઝ 2 રિલીઝ થઈ છે ત્યારથી તમન્ના  ભાટિયા અને વિજય વર્મા ચર્ચામાં છે. ફિલ્મ માટે તમન્નાએ પોતાની 18 વર્ષ જૂની નો કિસિંગ પોલીસી પણ તોડી નાખી અને વિજય વર્મા સાથે લવ મેકિંગ સીન આપ્યા. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં તમન્નાએ લસ્ટ સ્ટોરીઝ 2માં પોતાના સેક્સ સીન અંગે થઈ રહેલી ટીકાઓનો સામનો કરતા આ વિશે વાત કરી. તે સમયને યાદ કર્યો કે જ્યારે તેને કહેવાયું હતું કે 'શું આ જરૂરી હતું'. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તમન્નાએ ખુલાસો કર્યો કે તેના વિશે ખુબ ભદ્દી વાતો કહેવામાં આવી રહી છે. તેણે કહ્યું કે હું આશા કરી રહી હતી કે 2023 સુધી આવું નહીં હોય, પરંતુ આ વખતે એવું મહેસૂસ થયું. કારણ કે તેણે મને ઝટકો આપ્યો. મને એ વિચિત્ર લાગ્યું કે 2023માં પણ એક મહિલા અભિનેત્રીએ એ  પરિભાષા આપવાની જરૂર કેમ છે કે તે શું કરી શકે છે? જો તે ઈન્ટિમેટ સીન્સ કરી રહી છે તો તેના પર પર્સનલ એટેક કરવો જરૂરી છે?



તમન્નાએ આગળ તર્ક આપ્યો કે મેલ એક્ટર્સ પણ આવા લવમેકિંગ સીન્સ કરે છે અને કહે છે કે તેમણે એક કલાકાર તરીકે પણ વિક્સિત થવાનું છે. તેઓ સુપરસ્ટાર બની જાય છે પરંતુ એક અભિનેત્રી અચાનક ખરાબ ચરિત્રની બની જાય છે. કારણ કે તે લવ મેકિંગ સીન આપે છે. 18 વર્ષ બાદ, જો મારે મારા કન્ફર્ટ ઝોનમાં રહેવું હોત, તો  હું એવી અનેક કોમર્શિયલ ફિ્લમો બહુ સારી રીતે કરી શકત. બહુ સરળ રસ્તો છે મારા માટે પરંતુ હવે હું એ જગ્યાએ ઊભી છું જ્યાંથી મારે એક  કલાકાર તરીકે આગળ જવાનું છે.



અત્રે જણાવવાનું કે લસ્ટ સ્ટોરીઝ 2 ફિલ્મ 29 જૂનના રોજ રિલીઝ થઈ હતી અને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત આ એક એન્થોલોજી સીરીઝ છે જેમાં તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે છે.