Shatrughan Sinha Health: શત્રુઘ્ન સિંહાના સ્વાસ્થ્ય અંગે દીકરા લવ એ આપી જાણકારી, જણાવ્યું તબિયત બગડવાનું સાચું કારણ
Shatrughan Sinha Health: સોનાક્ષી સિંહાના લગ્નના પાંચ દિવસ પછી ખબર આવી કે શત્રુઘ્ન સિંહાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. શત્રુઘ્ન સિંહાની તબિયત બગાડવા પાછળ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા હતા. પરંતુ હવે લવ સિંહાએ પોતાના પિતાની તબિયત અંગે જાણકારી આપી છે.
Shatrughan Sinha Health: સોનાક્ષી સિંહાએ તેના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં પોતાના ઘર રામાયણમાં ધામધૂમથી ઝહીર ઈકબાલ સાથે 23 જુને લગ્ન કર્યા હતા. લગ્ન પછી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે મુંબઈમાં વેડિંગ રીપસેપ્શનની પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. સોનાક્ષી સિંહાના લગ્નના પાંચ દિવસ પછી ખબર આવી કે શત્રુઘ્ન સિંહાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. શત્રુઘ્ન સિંહાની તબિયત બગાડવા પાછળ અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા હતા. પરંતુ હવે લવ સિંહાએ પોતાના પિતાની તબિયત અંગે જાણકારી આપી છે.
આ પણ વાંચો: ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
શત્રુઘ્ન સિંહાને શુક્રવારથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી એવી પણ સામે આવી હતી કે તેમને રૂટીન ચેક અપ માટે દાખલ કરવામાં આવ્યા છે પરંતુ હવે એક્ટર શત્રુઘ્ન સિંહાની તબિયત અંગે સાચી જાણકારી હવે સામે આવી છે. 77 વર્ષીય દિગ્ગજ બોલીવુડ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિંહા મુંબઈની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે.
આ પણ વાંચો: OTT Releases: જુલાઈ મહિનામાં કઈ કઈ ફિલ્મો અને સીરીઝ જોઈ શકશો ઘર બેઠા જાણી લો ફટાફટ
શત્રુઘ્ન સિન્હાની તબિયત ખરાબ થવાનું કારણ તેના દીકરા લવ સિંહાએ જણાવ્યું છે. લવ સિંહાએ પુષ્ટિ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેના પિતા હોસ્પિટલમાં દાખલ છે. તબિયત બગડવાનું કારણ જણાવતા લવ સિંહાએ કહ્યું હતું કે તેના પિતાને વાઇરલ ફીવર અને નબળાઈની ફરિયાદ હતી જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.
આ પણ વાંચો: Breast Cancer: હિના ખાન જ નહીં બોલીવુડની આ અભિનેત્રીઓ પણ બની છે બ્રેસ્ટ કેન્સરનો ભોગ
મહત્વનું છે કે શુક્રવારે જ્યારે શત્રુઘ્ન સિંહાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે જ સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ પણ હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. એક રિપોર્ટ અનુસાર શત્રુઘ્ન સિંહા પોતાના ઘરે ડાઇનિંગ હોલમાં પડી ગયા હતા તે સમયે સોનાક્ષી સિંહા ત્યાં જ હાજર હતી અને તેણે તુરંત જ તેના પિતાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા. શત્રુઘ્ન સિંહાના બધા જ રિપોર્ટ હવે નોર્મલ આવી રહ્યા છે તેથી તેમને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.