મુંબઈ : પ્રિયંકા ચોપડાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાના ઈશિતા કુમાર સાથે લગ્ન થવાના હતા. બંનેની રોકા સેરેમની પણ થઈ ગઈ હતી. જોકે થોડા દિવસો પહેલા આ લગ્ન તૂટી ગયા. હવે પ્રિયંકાની માતા મધુ ચોપડાએ આ બ્રેકઅપનું કારણ જણાવ્યું છે.  તેણે જણાવ્યું છે કે મારો દીકરો સિદ્ધાર્થ હાલ લગ્ન માટે તૈયાર નહોતો. તેણે સમજાવ્યું કે તેને થોડો વધારે સમય જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકપ્રિય ટીવી એક્ટર પર રેપનો આરોપ, નામ જાણીને લાગશે આંચકો


મળતી માહિતી પ્રમાણે આ અરેન્જ મેરેજ ઉતાવળમાં નક્કી કરાયા હતા. હવે  ઈશિતા અને સિદ્ધાર્થે એકબીજાની સહમતિથી લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને ઈશિતા કુમારની સગાઈ થઈ હતી અને બંને ગણતરીના દિવસોમાં લગ્ન કરવાના હતા. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આ લગ્ન છેલ્લી ઘડીએ રદ થઈ ગયા છે. રિપોર્ટ પ્રમાણે ઈશિતા અને સિદ્ધાર્થ વચ્ચે ઉગ્ર મતભેદો ઊભા થયા છે. ઈશિતાએ સૌથી પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સગાઈની તસવીરો ડિલીટ કરી નાખી છે તો પ્રિયંકા અને સિદ્ધાર્થે પણ ઈશિતાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી છે.


[[{"fid":"213805","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાએ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવી છે. તેણે સ્વિટ્ઝરલેન્ડમાં શેફની ટ્રેનિંગ લીધી હતી.  2014માં  તે તેની ગર્લફ્રેન્ડ કનિકા માથુર સાથે લગ્ન કરવાનો હતો પણ એ કેન્સલ થઈ ગયા હતા. આખરે હવે તેણે ઇશિતા કુમાર સાથે રોકા સેરિમની કરી લીધી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...